શહેરના DCP દીપક મેઘાણીને ખાનગી ઈન્સ્યોરન્સ કંપનીનો કડવો અનુભવ થયો
કોરોના સંક્રમિત થયા બાદ ઈન્સ્યોરન્સ કંપની સામે DCP નું ટ્વીટ સામે આવ્યું
ઈન્સ્યોરન્સ કંપનીએ ઘણી ક્વેરી કાઢી હેરાન કર્યો- DCP દીપક મેઘાણી
WatchGujarat. વડોદરાના ઝોન-1 ના ડીસીપી દીપક મેઘાણી એક ટ્વીટને લઈને ખૂબ જ ચર્ચામાં છે. જેમાં તેમણે કટાક્ષમાં લખ્યું છે કે, "કેશ સત્ય, કેશલેસ મિથ્યા". અત્રે ઉલ્લેખનીય છે કે ડીસીપી દિપક મેઘાણીએ ખાનગી ઈન્સ્યોરન્સ કંપનીનો કડવો અનુભવ વ્યક્ત કરતું આજે ટ્વીટ કર્યું છે. તેમને ટ્વીટર પર પોતાની વ્યથા ઠાલવી હતી.
DCP દીપક મેઘાણીને ઈન્સ્યોરન્સ કંપનીનો થયો કડવો અનુભવ
ગત 14 જાન્યુઆરીના રોજ વડોદરા ઝોન-1ના ડીસીપી દીપક મેઘાણી કોરોના પોઝિટિવ આવ્યા હતા. જે બાદ તેઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ આ દરમિયાન દીપક મેઘાણીને ઈન્સ્યોરન્સ કંપનીનો કડવો અનુભવ થયો હતો. આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ડીસીપી દીપક મેઘાણીએ ઈન્સ્યોરન્સ કંપની સાથે થયેલો અનુભવની વ્યથા ટ્વીટર પર ઠાલવી હતી. આ ટ્વીટના કારણે સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા ચાલી રહી છે.
"કેશ સત્ય, કેશલેસ મિથ્યા" - ડીસીપી
ડીસીપી દીપક મેઘાણીએ ટ્વીટ કરતાં લખ્યું હતું કે, હું કોવિડ પોઝિટિવ આવ્યો હતો. ગંભીર શરીરનો દુઃખાવો+માથાનો દુઃખાવો+તાવ+ઓક્સિજનની સંતૃત્પિની કસોટી કરી હતી. 14 જાન્યુઆરીએ હું એડમીટ થયો હતો અને આજે ડિસ્ચાર્જ થયા બાદ આઈસોલેશનમાં છું. જ્યારે હું હોસ્પિટલના બેડ પર પીડાતો હતો ત્યારે ક્વેરી કરીને મને "કેશ સત્ય, કેશલેસ મિથ્યા" એવું અહેસાસ કરાવવા માટે સખત પ્રયાસ કરવા બદલ હું ઈન્સ્યોરન્સ કંપનીનો આભાર માનું છું.
https://twitter.com/DeepakMeghani/status/1483288650561757186?s=20
મહત્વનું છે કે કોરાનાની સારવાર દરમિયાન ડીસીપી દીપક મેઘાણી ઈન્સ્યોરન્સ કંપનીની ક્વેરીથી કંટાળ્યા હતા. જેથી તેમના આ ટ્વીટ દ્વારા પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે કોરોના મહામારી બાદ કેસલેસ ચલણ ખૂબ જ વધ્યુ છે. જેમાં હોસ્પિટલમાં સૌથી વધારે કેસલેસ વ્યવહારો જોવા મળે છે. પરંતુ આ દરમિયાન ડીસીપી દીપક મેઘાણીને થયેલા અનુભવ પરથી અંદાજો લગાવી શકાય છે કે, જો પોલીસ અધિકારી હોવા છતાં તેમને ઈન્સ્યોરન્સ કંપની પાસેથી મદદ મેળવવામાં આટલી મુશ્કેલી આવતી હોય તો સામાન્ય નાગરીકની શું ફિસાદ.