• વડોદરાવાસીઓનું મોટા ક્રિકેટ સ્ટેડિયમનું સ્વપ્ન કોટંબી ગામે આકાર લઇ રહ્યું છે
  • ક્રિકેટ સ્ટેડિયમ બનવાની શરૂઆત થયા બાદ થી અહિં લાંબા સમયથી વરસાદી પાણીનો અગાઉની જેમ યોગ્ય નિકાલ થતો નથી – સુધાબેન સોલંકી, સરપંચ – જાંબુડીયાપુરા
  • વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો સ્થાનિકોની સમસ્યા હલ થઇ શકે તેમ છે

WatchGujarat. વડોદરા નજીક આવેલા કોટંબી ગામમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ વાળુ ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવી રહ્યું છે. પરંતુ સ્ટેડિયમના કારણે પાસે આવેલા ગામમાં વરસાદી પાણીનો નિકાલ નહિ થતો હોવાના કારણે સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિકો દ્વારા સ્ટેડિયમનાં બાંધકામમાં પાણી ન ભરાય તેવી વ્યવસ્થા હોવાની માંગ કરી રહ્યા છે.

વડોદરા નજીક આવેલા વાઘોડિયાના કોટંબી ગામે બરોડા ક્રિકેટ એસોશિયેશન દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવી રહ્યું છે. વડોદરાવાસીઓનું મોટા ક્રિકેટ સ્ટેડિયમનું સ્વપ્ન કોટંબી ગામે આકાર લઇ રહ્યું છે. પરંતુ આ કામગીરીને પગલે કોટંબી પાસે આવેલું જાંબુડીયાપુરાના સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.

સમગ્ર મામલે જાંબુડીયાપુરાના સરપંચ સુધાબેન સોલંકીએ Watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું કે, પહેલા જ્યારે ક્રિકેટ સ્ટેડિયમ ન હતું ત્યારે અહિં વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થતો હતો. પરંતુ ક્રિકેટ સ્ટેડિયમ બનવાની શરૂઆત થયા બાદ થી અહિં લાંબા સમયથી વરસાદી પાણીનો અગાઉની જેમ યોગ્ય નિકાલ થતો નથી. જેને કારણે વરસાદી પાણી ભરાઇ રહે છે. જેથી સ્થાનિકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને પાણી ભરાઇ રહેવાને કારણે વાહન વ્યવહાર પર પણ તેની અસર પડે છે.

વધુમાં સુધાબેન સોલંકીએ ઉમેર્યું કે, અમારા ગામમાં પાણી ભરાઇ રહેવાને કારણે વાહન વ્યવહાર પર તેની વિપરીત અસર પડે છે. અને ગામમાં આવેલા કેટલાક નીચાણવાળા ઘરોમાંતો પાણી પણ ઘુસી જાય છે. આમ થવાને કારણે અહિં રોગચાળો ફાટી નિકળવાનો ડર પણ લોકોના મનમાં છે. ક્રિકેટ સ્ટેડિયમ આવ્યા બાદ સર્જાયેલી સ્થિતીમાં અહિંયાથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવા અંગે મારી સત્તાધીશોને રજુઆત છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud