સોમવારે શહેરના પ્રતાપનગર વિસ્તારમાં ભેદી ઘટના સામે આવી
વિસ્તારમાં આવેલા ગેરેજ નજીકની જમીન ગરમ થઇ તેમાંથી વરાળ નિકળતા સ્થાનિકોમાં ફફડાટ પેંસી ગયો
ફાયરના લાશ્કરોને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વરાળ નિકળવાનું મુળ કારણ શોધવા તજવીજ હાથ ધરી
ગણતરીના સમયમાં જ ફાયરના લાશ્કરોએ ફોલ્ટ શોધી કાઢતા સ્થાનિકોને હાશકારો
[caption id="attachment_1396859" align="aligncenter" width="640"] Vadodara - land suspiciously heated created buzz[/caption]
WatchGujarat. વડોદરામાં સોમવારે ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં શહેરના એક વિસ્તારમાં જમીન અચાનક ગરમ થઇ ગઇ હતી અને તેમાંથી વરાળ નિકળી રહી હતી. જેને કારણે સ્થળ પર દુકાન ધરાવતા વ્યક્તિ સહિત આસપાસના લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
https://youtu.be/4yDJCgT7AnU
વડોદરામાં જમીનમાંથી ગેસ લાઇન, ગટલ લાઇન અને વિજ કનેક્શન તથા ઇન્ટરનેટ કેબલ પસાર થાય છે. શહેરના અનેક વિસ્તારોમાં આ પ્રકારને અંડર ગ્રાઉન્ટ કામગીરી કરવામાં આવી છે. જેને લઇને કેટલીક વખત અંદર ફોલ્ટ સર્જાતા જ્યારે કોઇ અસર બહાર જોવા મળે ત્યારે તેની જાણ થાય છે. અગાઉ શહેરમાં અંડર ગ્રાઉન્ડ કરાયેલી ગેસની લાઇનમાં લીકેજ થવાને કારણે રસ્તા પર આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી.
[caption id="attachment_1396862" align="aligncenter" width="640"] Vadodara - land suspiciously heated created buzz[/caption]
સોમવારે ઘટેલી ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો પ્રમાણે, શહેરના પ્રતાપ નગર વિસ્તારમાં અપ્સરા કોમ્પલેક્ષ આવેલું છે. આ કોમ્પલેક્ષમાં દુકાનો આવેલી છે. આજરોજ સવારે નિયત સમયે ગેરેજની દુકાન ખોલવા જતા જમીન ગરમ હોવાની વાત સંચાલકના ધ્યાને આવી હતી. જેને કારણે સંચાલક મુંઝાયા હતા. જો કે ત્યાર બાદ કંઇક એવું બન્યું કે સંચાલકની મુંઝવણ ફફડાટમાં તબદીલ થઇ ગઇ. ગરમ જમીનમાંથી વરાળ નિકળતી જોવા મળતા ગેરેજ સંચાલક તથા આસપાસની દુકાન ધારકોમાં ચિંતા વ્યાપી ગઇ હતી. ચિંતાતુર દુકાનધારકોએ સમગ્ર ઘટના અંગે તાત્કાલિક ફાયર ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી.
ફાયરના લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને જમીન ગરમ થવા અને તેમાંથી વરાળ નિકળવા અંગેનું મુળ શોધવાની તજવીજ હાથ ધરી હતી. ફાયરના લાશ્કરોએ જમીનમાં ખોદકામ કર્યું હતું. જેથી વાત ધ્યાને આવી કે, જમીનમાં આવેલા અંડર ગ્રાઉન્ડ વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે ગરમ ગરમ વરાળ નિકળી રહી હતી. અને જમીન ગરમ લાગી રહી હતી. ફાયરના લાશ્કરોએ ગણતરીના સમયમાં ફોલ્ટ શોધીને તેના સમારકામની કામગીરી હાથ ધરતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.