• દિવાળી રાત્રીએ યુવકનો રેલવેના પાટા પરથી ધડથી અલગ થયેલો મૃતદેહ મળી આવતા મચી ચકચારા
  • આખરી સમયે આવું કંઇ પણ થઇ શકે તેનો બિલકુલ અંદાજો લગાડવો મુશ્કેલ હતો. કારણકે બધુ જ સામાન્ય હતું – વ્રજ પટેલ, વાસુ પટેલનો મિત્ર
  • હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. અને પીએમ રીપોર્ટની વાટ જોવાઇ રહી છે – તપાસ અધિકારી

WatchGujarat. વડોદરામાં દિવાળીની રાત્રીએ યુવકની વડસર બ્રિજથી માંજલપુર તરફના રેલવેના પાટા પરથી માથુ અને ધડ અલગ થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઇ રહી છે. તો બીજી તરફ તેના મિત્રો દ્વારા હત્યા પહેલા વાસુદેવ પટેલે શું કર્યું હતું તેની માહિતી વોચ ગુજરાત. કોમ સાથે શેર કરી હતી.

એમ.એસ.યુનિ.ના પુર્વ વિદ્યાર્થી નેતા વાસુદેવ પટેલના શંકાસ્પદ મોત અંગે વાત કરતા તેના નજીકના મિત્ર અને યુનિના પુર્વ યુ.જી.એસ વ્રજ પટેલે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દિવાળી ટાણે મેં મારા મિત્રો સાથે ફટાકડાની દુકાન શરૂ કરી હતી. મારી સમગ્ર દુકાન ઉભી કરવામાં વાસુ પટેલે મને ખુબ જ મદદ કરી હતી. દિવાળી આવવાને લઇને વાસુ પટેલ ઉત્સાહી હતો. અને તેણે તેની શંકાસ્પદ મૃત્યુ થયાની ઘટનાના એક દિવસ પહેલા જ ફટાકડાની ખરીદી કરી હતી. આખરી સમયે આવું કંઇ પણ થઇ શકે તેનો બિલકુલ અંદાજો લગાડવો મુશ્કેલ હતો. કારણકે બધુ જ સામાન્ય જોવા મળતું હતું.

વધુમાં વ્રજ પટેલે ઉમેર્યું કે, મને જાણ છે ત્યાં સુધી વાસુ પટેલ મુળ સુરેન્દ્રનગરનો છે. અને તે તેના પરિવારથી અલગ રહેતો હતો. છેલ્લા કેટલાય સમયથી વાસુ પટેલ અને તેનો પરિવાર જુદા જુદા રહેતા હતા. જો કે, હાલ વાસુ પટેલનો પરિવાર પણ વડોદરામાં જ રહે છે. અગમ્ય કારણોસર છેલ્લા ત્રણ વર્ષથી વાસુ તેના ઘરેથી નિકળી ગયો હતો. અને તે તેના માંજલપુરમાં આવેલા તેના મિત્રના ઘરે રહેતો હતો.

આખરે વ્રજ પટેલે ઉમેર્યું કે, વાસુ સ્વભાવે મળતાવળો હતો. તેને કોઇની સાથે અણબનાવ થયાની ઘટના ધ્યાને આવી નથી. પરંતુ તેની હત્યા કરવામાં આવી હોવાની શંકા જતા આજરોજ અમારા દ્વારા શહેર પોલીસ કમિશ્નરને મળીને મામલાની ઉંડાણપુર્વક તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, વાસુદેવ પટેલ વર્ષ 2017 માં એમ. એસ. યુનિ.ની યુનિટ બિલ્ડીંગ પરથી સી.આર. તરીકે ચુંટાઇ આવ્યો હતો. હાલ તે બી.કોમના લાસ્ટ યરમાં ભણી રહ્યો હતો. તો બીજી તરફ આ મામલે તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. અને પીએમ રીપોર્ટની વાટ જોવાઇ રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud