વડોદરા એલ.સી.બીએ બાતમીનાં આધારે વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે
એલ.સી.બીની ટીમે ભરથાણા ટોલનાકા ઉપર ભરૂચ- વડોદરા ટ્રેક ઉપર કન્ટેનરની વોચમાં રહી બાતમીવાળા કન્ટેનરને ઝડપી પાડ્યુ
7.99 લાખના દારૂના જથ્થા સાથે 13,04,200નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી
WatchGujarat.તહેવાર તાણે રસીયાઓ સુધી દારૂ પહોંચાડવા બુટલેગરો કોઇને કોઇ નુસખો શોધતા હોય છે. પરંતુ ક્યારેય પોલીસની નજરમાંથી બચવું મુશ્કેલ બને છે. ઉત્તરાયણ પર્વ પહેલા કન્ટેનરમાં આવી જ રીતે મોટી સંખ્યામાં દારૂનો જથ્થો લવાતો હતો. જોકે વડોદરા એલ.સી.બીએ બાતમીનાં આધારે વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ એલ.સી.બી. ટીમ રાતના સમયે નાઇટ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન ચોક્કસ બાતમી હકિકત મળી કે એક મરૂણ કલરનું કન્ટેનર નંબર MH 04 JK 2904માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે.આ કન્ટેનર સુરત, ભરૂચ થઇ વડોદરા તરફ જનાર છે. જે અંતર્ગત એલ.સી.બીની ટીમે ભરથાણા ટોલનાકા ઉપર ભરૂચ- વડોદરા ટ્રેક ઉપર કન્ટેનરની વોચમાં રહી બાતમીવાળા કન્ટેનરને ઝડપી પાડ્યુ હતુ. જેમા ડ્રાઇવર ઇસમ ફહીમ મહેદીખા હસન (રહે ઉત્તરપ્રદેશ) ને ઝડપી પાડી, તેને સાથે રાખી કન્ટેનરમાં ચેક કરતા વગર પાસ પરમીટનો જુદા-જુદા માર્કાની ભારતીય બનાવટની વિદેશી દારૂ બોટલો, ક્વાર્ટરીયા, બીયરના ટીન ભરેલ હતા. જેમાં 7.99 લાખના દારૂના જથ્થા સાથે 13,04,200નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં જણાવા મળ્યા મુજબ આ દારૂનો જથ્થો બ્રિજેશ તથા રાજુભાઇ નામના ઇસમે મોકલેલ હોવાની માહિતી મળી છે. જેથી પોલીસે કરજણ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરી આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.