• હાલોલથી ઇકો કારમાં દારૂ-બીયરનો જથ્થો ભરી બે શખ્સો વડોદરા આવવા રવાના થયા પણ પહોંચી ન શક્યા
  • હાલોલના મામા નામની વ્યક્તિએ દારૂ ભરી આપ્યો અને આણંદના ગંભીર ખાતે રાવજી તળપદાએ મંગાવ્યો હતો
  • જિલ્લા એલ.સી.બીએ અડધા રસ્તે જ દારૂ ભરેલી ઇકો કાર સાથે બે શખ્સોની ઝડપી પાડ્યાં

WatchGujarat. 31 ડીસેમ્બર પહેલા પોલીસ દારૂ પકડતી તો લાગતુ કે બુટલેગરો નવા વર્ષની તૈયારી કરી રહ્યાં છે. પરંતુ નવુ વર્ષ શરૂ થયા બાદ પણ દારૂની હેરાફેરી યથવાત છે. ત્યારે જિલ્લા એલ.સી.બી. ની ટીમ બાતમીના આધારે દારૂ-બીયરની ડીલેવરી પહોંચે તે પહેલા જ પકડી પાડી બુટલેગરનો ખેલ પાડી દીધો.

જિલ્લામાં ગેરપ્રવૃત્તિઓ આચરવામાં આવતી હોય જેણે ડામવા જિલ્લા પોલીસ દ્વારા સધન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. તેવામાં જિલ્લા એલ.સી.બી.ની ટીમને એક ચોક્કસ બાતમી મળી હતી કે, હાલોલથી સફેદ રંગની ઇકો કારમાં દારૂ અને બીયરનો જથ્થો ભરી સાવલી થઇ વડોદરા લઇ જવામાં આવવાનો છે. બાતમી મળતા જ એલ.સી.બીની ટીમ વોચમાં ગોઠવાઇ ગઇ હતી.

સાવલ-હાલોલ રોડ પરના વકીલપુરા ગામે વોચમાં રહેલી પોલીસને બાતમી વાળી ઇકો કાર દેખાતા તેને કોર્ડન કરી રોકવામાં આવી હતી. કારમાં સવાર બે શખ્સોને નામ પુછતા કરણ ચૌહાણ અને નરવત ચૌહાણ (બન્ને રહે. હાલોલ, પંચમહાલ) ના હોવાનુ જણાવ્યું હતુ. જોકે આ બન્ને શખ્સો પિતા-પૂત્ર હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઇકો કારમાં તપાસ કરતા પહેલા તો કઇ જોવા મળ્યું ન હતું. પરંતુ જ્યારે પોલીસે કારનુ બોનેટ ખોલ્યું ત્યારે તેઓ ચોકીં ઉઠ્યાં હતા.

ઇકો કારના બોનેટમાં દારૂની બોટલો સહિત ક્વાર્ટર અને બીયરનો જથ્થો ભરવામાં આવ્યો હતો. જોકે આ જથ્થો કોણે આપ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે કારમાં સવાર કરણ ચૌહાણ અને નરવતસિંહ ચૌહાણની પુછતાછ કરતા હાલોલના મામા નામની વ્યક્તિએ દારૂ ભરીને આપ્યો હતો, અને આ જથ્થો આણંદ જિલ્લાના ગંભીરા ખાતે રહેતા રાવજી તળપદાને પહોંચાડવાનો હોવાનુ સામે આવ્યું હતુ. જેથી પોલીસે આ મામલે ઉપરોક્ત ઝડપાયેલા બન્ને શખ્સો તેમને દારૂ મોકલનાર અને મંગાવનાર સામે પ્રોહિબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud