• પાદરા તાલુકાના ચાકોરી ગામે પ્રેમપ્રરણમાં યુવકને આપી તાલિબાની સજા
  • યુવતીના પરીવારજનો યુવકને તેનાજ ઘરેથી અપહરણ કરી લઈ ગયા
  • યુવકને ઝાડ સાથે બાંધી દઈ લાકડીઓ તેમજ લાતો વડે મારમારી મોતના ધાટ ઉતારાયો
  • વડુ પોલીસે અપહરણ, હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી, ચારની કરી ધરપકડ

WatchGujarat. વડોદરા જીલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામે પ્રેમ પ્રકરણમાં યુવતીના પરીવારજનો દ્વારા યુવકને તાલિબાની સજા આપવામાં આવી. યુવતીના પરીવારજનો યુવકને તેના ઘરેથી જ અપહરણ કરી લઈ ગયા હતા. અને તેને ખુબ મારમાર્યો હતો. આટલુંજ નહીં યુવકને ઝાડ સાથે બાંધી ગુપ્ત ભાગે તેમજ શરીરે લાકડીઓ તથા લાતો મારી બરહેમી પૂર્વક મોતના ઘાટ ઉતારી દેવાયો હતો. વડુ પોલીસે આ મામલે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. અને તેમના વિરૂદ્ધ અપહરણ, હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાદરા તાલુકાના ચોકારી ગામે રહેતા રમિલાબેન મેલાભાઈ રાવળના પુત્ર જયેશને ગામમાં જ રહેતા કાળીદાસ મોહનભાઈ માળીની દિકરી સાથે પ્રેમસંબંધ હતો. આ સંબંધની જાણ યુવતીના પરિવારજનોને થતા કાળીદાસ અન્ય સંબંધીઓ સાથે જયેશના ઘરે ગયા હતા. અને જયેશને તુ મારી દિકરી સાથે કેમ પ્રમસંબંધ રાખે છે તેમ કહી મારમાર્યો હતો. જયેશને બચાવા તેની માતા થતા અન્ય લોકો પણ વચ્ચે પડ્તા તેમને પણ માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ કાળીદાસ તથા અન્ય લોકો જયેશનુ અપહરણ કરી પોતાના ઘર પાસે લઈ ગયા હતા. જ્યાં જયેશને દોરી વડે બાંધી લાકડીઓ દ્વારા ખુબ મારમારવામાં આવ્યો હતો.

આટલું જ નહીં  જયેશને તે બાદ દોરી વડે ઝાડ સાથે બાંધી દઈ લાકડીઓ તથા લાતો તેના ગુપ્ત ભાગે તેમજ આખ્ખા શરીરે આડેધડ મારી મોતના ધાટ ઉતારી દિધો હતો. આ દરમિયાન જયેશની માતા બુમાબુમ કરી મુકતા તેમના અન્ય સંબંધીઓ જયેશને છોડાવવા દોડી આવ્યા હતા. જે જોઈ કાળીદાસ સહિત તેમના સંબંધીઓ સ્થળ પરથી નાશી ગયા હતા. આ સમગ્ર મામલે વડુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે અપહરણ, હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી.

બનાવ પહેલા જયેશ દોડીને ઘરે આવ્યો

બાનાવ પહેલા જયેશ દોડીને તેના ઘરે આવ્યો હતો અને તેની માતાને જણાવ્યું હતુ કે, આપણા ગામના કાળીદાસ માળીની દિકરી સાથે તેના ખેતર પાસે ઉભો રહી તેની સાથે વાત કરતા હતા. ત્યારે તેની માતા અમને જોઈ ગયા હતા જેના કારણે હુ દોડીને ઘરે આવી ગયો છું. આ બનાવબાદ યુવતીના પરીવારજના જયેશના ઘરે આવી પહોંચ્યા હતા. અને તેની સાથે મારામારી કરી તેનું અપહરણ કર્યુ હતું.

જયેશને ઝાડ સાથે બાંધી, “આને આજે પુરોજ કરી નાખીયે” જણાવી મારમાર્યો

જયેસનું તેનાજ ઘરેથી અપહરણ કર્યા બાદ યુવતીના પરીવારજનોએ તેને સાડી પહેરાવી ખુબ મારમાર્યો હતો. જે બાદ તેને એક ઝાડ સાથે બાંધી દઈ “આને આજે પુરોજ કરી નાખયે” તેમ જણાવી લાકડીઓ સહિત લાતો વડે આડેધડ મારમાર્યો હતો. જેના કારણ જયેશ મોતને ભેટી ગયો હતો.

પકડાયેલ આરોપીઓ તમામ રહે(માળીવાસ ચોકારી ગામ પાદરા, વડોદરા)

  • કિરણભાઈ કાળીદાસ માળી
  • મોહનભાઈ બેચરભાઈ માળી
  • રમેશભાઈ મોહનભાઈ માળી
  • કાળીદાસ મોહનભાઈ માળી
Facebook Comments Box

Videos

Our Partners