• પરણિત મહિલા સાથેના પ્રેમસંબધમાં યુવકને મનદુખ થતા મામલો વણસ્યો હતો
  • મોપેડ પર નોકરીએ જતી મહિલાને યુવકે રોકી નીચે પાડી દઈ ખંજર વડે ઉપરાછાપર ઘા ઝીંકી દીધા
  • ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાઈ
  • બનાવ અંગે ફતેગંજ પોલીસે મહિલાની ફરીયાદ નોંધી આગળની કર્યવાહી હાથ ધરી

WatchGujarat. વડોદરા શહેરમાં ગુનાખોરી ખુબ તેજીથી આગળ વધી રહી છે. હજી તો ગત રોજ મોડી રાતે ફતેગંજ વિસ્તારમાં સોની પર ફાયરીંગ થયું હોવાનો બનાવ થાળે પડ્યો નથી. ત્યારે આજે વહેલી સવારમાં ફતેગંજ વિસ્તારમાં જ એક પરણિત મહિલા પર યુવકે ખંજર વડે હુમલો કરી દીધો હતો. બનાવમાં યુવકે મહિલા પર ઉપરાછાપરી ખંજરના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. સમગ્ર મામલે ઈજાગ્રસ્ત મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ફતેગંજ પોલીસે મહિલાની ફરીયાદ લઈ ગુનો નોંધી આગળની કર્યવાહી હાથ ધરી છે.

નવાયાર્ડ વિસ્તારમાં રહેતા 49 વર્ષીય ઈલાબેન છાણી વિસ્તારમાં એક ખાનગી કંપનીમાં  નોકરી કરે છે. ઈલાબેન પરણિત છે અને તેમને સંતાનમમાં બે પુત્રી છે. ઈલાબેન છેલ્લા વીસ વર્ષથી તેમના પતિથી અલગ રહી જીવન ગુજારે છે.  મળતી માહિતી મુજબ ઈલાબેનનો દિનેશ ઈશ્વરભાઈ પરમાર (રહે, સત્યમ એપાર્ટમેન્ટ, ગોરવા) સાથે અગાઉ પ્રેમસંબધ હતો. પરંત બંને વચ્ચે કોઈ બાબતને લઈ મનદુ:ખ થતા ઘણા સમયથી ઝગડો ચાલી રહ્યો હતો.

આજે વહેલી સવારમાં સવા છ વાગ્યાની આસપાસ ઈલાબેન તેની મોપેડ લઈને નોકરીએ જતા હતા. ત્યારે ફતેગંજ પોલીસ સ્ટેશનની નજીક રોઝીસ ગાર્ડન પાસેથી પસાર થતી વખતે દિનેશે ઈલાબેનને રોકી તેમની મોપેડની પાછળ બેસી ગયો હતો. અને તેઓને નીચે પાડી દઈ ખંજર વડે ઈલાબેન કશું સમજે તે પહેલા જ ઉપરાછાપરી ત્રણ જેટલા ઘા ઝીંકી દીધા હતા. બનાવ બનતા નજીકના રહિશો સ્થળ પર આવી પહોંચ્યા હતા.

વહેલી સવારે બનાવને પગલે એક તબક્કે અફરાતફરી મચી ગઇ હતી. અને સ્થળ પર અનેક લોકો ઉમટી પડ્યા હતો ઈલાબેન ઈજાગ્રસ્ત હોવાથી તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલા અંગે પોલીસને જાણ થતા ફતેગંજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચા ગયો હતો. જે બાદ સયાજી હોસ્પિટલ ખાતેથી ઈલાબેનની ફરીયાદ લીધી હતી અને ફરીયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કર્યવાહી હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud