• વડોદરા શહેરમાં કોરોના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે
  • વડોદરા SSG હોસ્પિટલમાં પણ હવે કોરોનાનો પગ પેસારો
  • SSG હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફ સહિતના લોકો કોરોના સંક્રમિત થયા
  • 6 જેટલા લોકો કોરોના સંક્રમિત હોવાનું ડો. રંજન ઐયરે જણાવ્યું

WatchGujarat. રાજ્યભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. જેના કારણે સરકાર દ્વારા તમામ મોટા કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં કોરોના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. વડોદરા SSG હોસ્પિટલમાં પણ હવે કોરોનાનો પગ પેસારો થઈ ચૂક્યો છે.

વડોદરાની સૌથી મોટી હોસ્પિટલ SSG માં કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. મળતી વિગતો અનુસાર SSG હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફ સહિતના લોકો કોરોના સંક્રમિત થયા છે. SSG હોસ્પિટલમાં કોરોના કેસો નોંધાતા તંત્ર દોડતું થયું છે. આ અંગે મીડિયા સાથે વાત કરતાં SSG હોસ્પિટલના સુપ્રિટન્ડન્ટ ડોક્ટર રંજન ઐયરએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં ઓર્થોપેડિક્સ વિભાગના ત્રણ ડોક્ટર કોરોના પોઝિટિવ આવ્યા છે. આ સાથે અન્ય વિભાગના સ્ટાફના લોકો કોરોના સંક્રમિત થયા છે. SSG હોસ્પિટલમાં 6 જેટલા લોકો કોરોના સંક્રમિત હોવાનું ડો. રંજન ઐયરે જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે સયાજી હોસ્પિટલના MLO ડો. મહેશ્વરી કોરોના સંક્રમિત થયા હોવાનું મીડિયા અહેવાલમાં જાણવા મળી રહ્યું છે. બીજી તરફ વડોદરામાં કોરોનાની સ્થિતિ અંગે વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા શહેર-જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં નવા 176 કેસ નોંધાયા છે. આમ કોરોનાની કુલ કેસની સંખ્યા 73,411 ઉપર પહોંચી ગઇ છે અને વધુ 45 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud