• સીએમના આગમન ટાણે પણ પોલીસની મિશન ક્લીન ડ્રાઇવ ચાલુ રહી
  • વડોદરામાં પરિવારની માતા ગાંજો લાવતી, તથા સંતાનો તેની ડિલીવરી કરતા હતા
  • પોલીસ તપાસમાં શાકીબ અને મુહસીનાની માતા ઝરીનાબાનું આણંદ જિલ્લાના ચકલાસી ખાતે રહેતા દીલીપકાકા નામના વ્યક્તિ પાસેથી ચરસ અને ગાંજો લાવતા
  • કોલાબેરામાં નોકરી કરતા મીત અને નુપુર માલ લઇ જતા અને તેનું ગૃપમાં વેચાણ કરતા

WatchGujarat. યુવાધનને ખોખલું કરી રહેલા નશીલા પદાર્થોના શહેરમાં ચાલી રહેલા નેટવર્કનો પી.સી.બી.એ પર્દાફાશ કર્યો કર્યો છે. પોલીસે ચરસ, ગાંજો વેચતા શિક્ષીત ભાઇ-બહેન સહિત ચાર યુવાનો અને યુવતીની ધરપકડ કરી કાર્યવહી હાથ ધરી છે.  પોલીસે ભાઇ-બહેનના ઘરેથી અને વેચાણ સ્થળેથી રૂપિયા 1.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ બનાવ અંગેની માહિતી આપતા એ.સી.પી. વિમલ ગામીતે જણાવ્યું હતું કે, પી.સી.બી. પી.આઇ. જે.જે. પટેલને માહિતી મળી હતી કે, ગોત્રી વિસ્તારમાં આવિષ્કાર કોમ્પ્લેક્ષના બેઝમેન્ટના પાર્કિંગમાંથી એક યુવાન અને યુવતી ચરસ અને ગાંજાનું વેચાણ કરે છે. જે માહિતીના આધારે પી.સી.બી.ની ટીમે દરોડો પાડી ચરસ અને ગાંજાનું વેચાણ કરનાર શાકીબ સઇદ મુન્શી (ઉ.21, રહે. સી-9, બી-13, શકીલા પાર્ક, સોસાયટી, બેસીલ સ્કૂલ સામે. તાંદલજા, વડોદરા) અને તેની બહેન મુહસીના સઇદ મુન્શી (ઉં.24) રહે. શકીલા પાર્ક, તાંદલજા)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે આવિષ્કાર કોમ્પ્લેક્ષના બેઝમેન્ટના પાર્કીંગમાંથી તેમજ તેઓના ઘરમાંથી ચરસ અને ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો.

 પોલીસે શાકીબ અને મુહસીનાની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, માંજલપુર વિસ્તારમાં 207, લાભ રેસિડેન્સીમાં એ ટાવરમાં રહેતા મીત ધર્મેન્દ્રભાઇ ઠક્કર (ઉં.23) અને પાણીગેટ રોડ 37, મહાદેવનગર સોસાયટીમાં રહેતા નુપુર રાજેશભાઇ સહગલ (ઉં.25) અમારી પાસેથી ચરસ અને ગાંજો લઇ જઇને વેચતા હોવાનું જણાવતા પોલસે તેઓની પણ ધરપકડ કરી હતી.

એ.સી.પી. વિમલ ગામીતે વધુમાં જણાવ્યું હતું કે, શાકીબ મુન્શીએ વિદ્યાનગરમાંથી આઇ.ટી. મેનેજમેનો અભ્યાસ, તેની બહેન મુહસીના મુન્શી વિદ્યાનગરમાં બી.બી.એ. સુધીનો અભ્યાસ કરેલો છે. જ્યારે મીત ઠક્કરે ડિપ્લોમાં ઇન કમ્પ્યુટર સાયન્સ કરેલું છે. અને ગોત્રી કોલાબેરામાં નોકરી કરે છે. જ્યારે નુપુર સહગલે માસ્ટર ઇન પબ્લીક હેલ્થ સુધીનો અભ્યાસ કર્યો છે. અને તે પણ ગોત્રી કોલાબેરામાં નોકરી કરે છે. મીત અને નુપુર તેના ફ્રેન્ડ સર્કલમાં ચરસ અને ગાંજો વેચતા હતા.

પોલીસ તપાસમાં શાકીબ અને મુહસીનાની માતા ઝરીનાબાનું આણંદ જિલ્લાના ચકલાસી ખાતે રહેતા દીલીપકાકા નામના વ્યક્તિ પાસેથી ચરસ અને ગાંજો લાવતા હતા. અને વેચાણ કરતા હતા. દિલીપકાકા મધ્યપ્રદેશથી ચરસ અને ગાંજાનો જથ્થો લાવતા હતા. ઝરીનાબાનુ દિલીપ કાકા પાસેથી ચરસ ગાંજો લાવતા હતા. તેઓ ઘરે બેસીને વેચતા હતા. જ્યારે તેમના બે સંતાનો શાકીબ અને મુહસીના આવિષ્કાર કોમ્પ્લેક્ષમાં લાવીને વેચાણ કરતા હતા. તેઓ પાસેથી કોલાબેરામાં નોકરી કરતા મીત અને નુપુર લઇ જતાં હતા. અને તેઓના ગૃપમાં વેચાણ કરતા હતા.

પોલીસે શાકીબ મુન્શીના ઘરમાંથી અને આવિષ્કાર કોમ્પ્લેક્ષમાંથી રૂપિયા 5621 ની કિંમતનો 562.18 ગ્રામ ગાંજો, રૂપિયા 1025 ની કિંમતનો 10.25 ગ્રામ ચરસ, 3 ટુ વ્હિલર, 4 મોબાઇલ ફોન, રૂપિયા 3600 રોકડા સહિત કુલ્લે રૂપિયા 1.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ બનાવ અંગે ગોત્રી પોલીસ મથકમાં તમામ આરોપીઓ સામે નારકોટીક્સ અંગેની ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની વધુ તપાસ ક્રાઇમ બ્રાંચ કરી રહ્યું છે.

Facebook Comments Box

Videos

Our Partners