• રાજ્યભરમાં ઠેર ઠેર નશાના કારોબાર પર હાલ પોલીસ તથા સ્પેશિયલ ઓપરેશન પાર પાડતી ટીમો ત્રાટકી રહી છે
  • છોટાઉદેપુર જિલ્લા એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગૃપ) દ્વારા ખાનગી બાતમીના આધારે રેડ કરી
  • મોટી કાર્યવાહીમાં વનસ્પતિ જન્ય માદક પદાર્થ પકડી પાડવામાં આવ્યો

WatchGujarat. રાજ્ય ભરમાં જાણે નશાખોરો પર સર્જીકલ સ્ટ્રાઇક શરૂ કરવામાં આવી હોવાનું જોવા મળી રહ્યું છે. આજરોજ વડોદરા નજીક આવેલા છોટાઉદેપુર ખાતે લીલાછમ ખેતરોમાં કરવામાં આવતી ભવિષ્ય બરબાદ કરતી પર એસ.ઓ.જી.ની ટીમ ત્રાટકી હતી. પોલીલ દ્વારા 127 નંગ વનસ્પતિ જન્ય માદક પદાર્થ પકડી પાડવામાં આવ્યો છે. જેને લઇને નશાનો વેપાર કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

રાજ્યભરમાં ઠેર ઠેર નશાના કારોબાર પર હાલ પોલીસ તથા સ્પેશિયલ ઓપરેશન પાર પાડતી ટીમો ત્રાટકી રહી છે. જેને કારણે નશાનો કારોબાર કરી રહેલા લોકોની કમ્મર તુટી રહી છે. વડોદરા નજીક છોટાઉદેપુરમાં ભવિષ્ય બરબાદ કરવાની ખેતી કરવામાં આવી હતી. જેમાં લીલાછમ દેખાતા ખેતરોમાં ગાંજો ઉગાડવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લા એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગૃપ) દ્વારા ખાનગી બાતમીના આધારે રેડ કરી હતી. ગાંજાની ખેતીવાળી જગ્યાએ પહોંચતા જ એસ.ઓ.જી.ના જવાનો ચોંકી ઉઠ્યા હતા. કારણકે નાની – મોટી નહિ પરંતુ 127 છોડ મળી આવ્યા હતા. જેની કિંમત રૂ. 24.07 લાખ આંકવામાં આવી રહી છે.

સમગ્ર મામલે કાર્યવાહી દરમિયાન આરોપી સીલદારભાઇ ગુમાનભાઇ રાઠવા (રહે- ઉમઠી બારી ફળિયા, છોટાઉદેપુર) ની પકડવામાં આવી હતી. જો કે, આ મામલે તામાભાઇ લચ્છુભાઇ રાઠવા (રહે- ઉમઠી બારી ફળિયા, છોટાઉદેપુર) પકડવાના બાકી છે. સમગ્ર મામલે એન.ડી.પી.એસ. એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખીય છે કે, રાજ્યભરમાં ઠેર ઠેર નશાના કારોબાર પર તવાઇ આવી રહી છે. અને રાજ્યના યુવાધનને બરબાદ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકાર અને તપાસ સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોની ઠેર ઠેર પ્રશંસા કરવામાં આવી રહી છે.

Facebook Comments Box

Videos

Our Partners