એલ.સી,બી દ્વારા ભરથાણા ટોલનાકા ઉપરથી આઇશર ટેમ્પાને ઝડપી પાડ્યો
ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જ્થ્થો ભરીને મુંબઇ તરફથી સુરત થઇ વડોદરા તરફ હાઇવે લઇ જવાતો હતો
WatchGujarat.વડોદરા એલ.સી.બીની ટીમે પ્લાયના બોક્સમાં છુપાવીને લઇ જવાતો દારુને ઝડપી પાડ્યો છે.કુલ 40,39,000નો કુલ મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પો ડ્રાઇવરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એલ.સી.બીની ટીમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી કામગીરી અર્થે પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે ચોક્કસ બાતમી હકીકત મળી હતે કે એક આઇશર ટેમ્પા નંબર MP 41 GA 0548માં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જ્થ્થો ભરીને મુંબઇ તરફથી સુરત થઇ વડોદરા તરફ હાઇવે ઉપર થઇ જનાર છે. જે ચોક્કસ હકિકત આધારે એલ.સી.બી ટીમ દ્વારા ભરથાણા ગામની સીમમાં ને.હા નંબર- 48 ઉપર થઇ જનાર છે. આથી એલ.સી,બી દ્વારા ભરથાણા ટોલનાકા ઉપરથી ઉપરોક્ત આઇશર ટેમ્પાને ઝડપી પાડી ટેમ્પાના ડ્રાઇવર સરદારલાલ માંગીલાલ હરીજન (રહે,મધ્યપ્રદેશ)ને ઝડપી પાડી ટેમ્પામાં ચેક કરતા પ્લાયના બોક્સ બનાવી તેમાં વિદેશી દારૂ છુપાવી રાખ્યો હતો.
https://youtu.be/4nLmnpZwLmw
જેથી સદરહુ પ્લાયના બોક્સમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બહાર કાઢી ગણતરી કરતા પ્લાસ્ટીકના ક્વાર્ટરીયા કુલ બોટલ નંગ 35280 જેની કિંમત રૂ.35,28,000 તથા આઇશર કિ.રૂ.5 લાથ તથા તાડપત્રી, દોરડુ કિ.રૂ 2 હજાર મળી કુલ 40,39,000નો કુલ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સદરહુ વિદેશી દારુ મુંબઇ ખાતેથી રવિન્દ્રર અમરીકસીંગ સલુજા (રહે એમ.પી)એ ભરાવીને મોકલેલ હતો અને તેના કહ્યા મુજબ વડોદરા ખાતે ખાલી કરવાનો હોવાની હકિકત જાણવા મળી હતી. આ અંગે પકડાયેલ ઇસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર ઇસમ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણનાપાત્ર કેસ રજિસ્ટ્રર કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિદેશી દારૂની હેરાફેરી માટે આઇશર ટેમ્પામાંથી એક બીલ્ટી મળી આવેલ જે બિલ્ટની ચકાસણી કરતા મેડીકલ સરસાધનોની બનાવેલ હોય, જે પોલીસની નજર ચૂકવી ખોટી બિલ્ટી રજુ કરી વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ હોવાથી પ્રોહીબીશનની સાથે-સાથે ઇપીકો કલમ 465,467,468,471 વગેરે મુજબનો ઉમેરો કરવામાં આવેલ છે.
આમ ,લોકલ ક્રાઇમ બ્રાન્ચ , વડોદરા ગ્રામ્ય દ્વારા પ્લાયના બોક્સમાં છુપાવીને લઇ જવાતો તેમજ મેડીકલ સરસાધનોની ખોટા બિલ/ બીલ્ટી બનાવી તેના આડમાં વિદેશી દારૂને લઇ જવાના કીમીયાને નિષ્ફળ બનાવી રૂ.35,28,000ની કિંમતનો વિશાળ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.