• રાજ્યના તંત્રની તમામ તકેદારીઓ છતાં વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાના ઓમિક્રોન વેરીયન્ટના કેસો નોંધાયા
  • 17 ડિસેમ્બરથી આજદિન સુધી માત્ર વડોદરામાં ઓમિક્રોન પોઝીટીવ કેસોની સંખ્યા 14 પર આવી પહોંચી
  • જે ઘરમાં કોરોના અથવા ઓમિક્રોન પોઝીટીવ આવે ત્યાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. તે ઘરની બહાર સ્ટીકર મારી દેવામાં આવે છે – ડો. રાજેશ શાહ
  • હાલની સ્થિતી જોઇને પાલિકા તંત્રની સાથે લોકોએ પણ કોરોનાને અટકાવવા માટે આગળ આવવું પડશે
હરણી રોડ વિસ્તારમાં ઓમિક્રોન પોઝીટીવ આવેલા દર્દીના ઘરે પાલિકાએ માર્યું સ્ટીકર

WatchGujarat. વડોદરામાં કોરોનાના કેસોની રફ્તાર વધી રહી છે. સ્થાનિકો લોકોમાં કોરોનાનું સંક્રમણ પણ છેલ્લા કેટલાક સમયથી વધી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ ઓમિક્રોન પોઝીટીવ કેસોની સંખ્યામાં પણ રેકોર્ડ બ્રેકિંગ વધારો જોવા મળી રહ્યો છે. જે સ્વાસ્થ્ય તંત્ર સહિત શહેરવાસીઓ માટે ચિંતાનો વિષય છે. હવે વડોદરાનું તંત્ર સજાગ બન્યું છે. અને જ્યાં ઓમિક્રોનના કેસો સામે આવ્યા છે ત્યાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન અંતર્ગત સ્ટીકર મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ હરણી રોડ પર આવેલી સોસાયટીમાં આવેલા ઓમિક્રોન પોઝીટીવ કેસના દર્દીને ત્યાં આ સ્થિતી જોવા મળી રહી છે.

રાજ્યના તંત્રની તમામ તકેદારીઓ છતાં વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાના ઓમિક્રોન વેરીયન્ટના કેસો નોંધાયા છે. સંભવિત રીતે વડોદરામાં અન્ય શહેરોની સરખામણીએ ખુબ તેજીથી ઓમિક્રોન પોઝીટીવ કેસો વધી રહ્યા છે. 17 ડિસેમ્બરથી આજદિન સુધી ઓમિક્રોન પોઝીટીવ કેસોની સંખ્યા 14 પર આવી પહોંચી છે. જેમાં એક ઝાંબિયાથી આવેલા દંપત્તિનો પ્રથમ ઓમિક્રોન પોઝીટીવ આવ્યો હતો. ત્યાર બાદ તેમના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા અનેક લોકો ઓમિક્રોન પોઝીટીવ આવ્યા હતા. દરમિયાન યુકેથી આવેલી યુવતિ અને તાન્ઝાનિયાથી આવેલો પુરૂષ પણ ઓમિક્રોન પોઝીટીવ આવતા હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શહેરમાં ઓમિક્રોન વેરીયન્ટના કેસો વધતા હવે તંત્ર સજાગ બન્યું છે. અને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી હાથ ધરી રહ્યું છે.

Vadodara – Health committee chairman – Dr. Rajesh Shah

સમગ્ર કામગીરી અંગે પાલિકાની આરોગ્ય કમિટીના ચેરમેન ડો. રાજેશ શાહે જણાવ્યું કે, સ્થાનિક કોરોનાને કેસો અને ઓમિક્રોન પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો થતા હવે જે ઘરમાં કોરોના અથવા ઓમિક્રોન પોઝીટીવ આવે ત્યાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. તે ઘરની બહાર સ્ટીકર મારી દેવામાં આવે છે.  આ કામગીરી અગાઉ પણ હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક કોરોના કેસોમાં દર્દીના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા લોકોને 7 દિવસ સુધી ઘરની બહાર નહિ નિકળવાના નિયમનું પાલન કરવાનું હોય છે. જ્યારે કોરોના પોઝીટીવ દર્દી નેગેટીવ આવ્યા બાદ પણ આ જ નિયમનું પાલન કરવાનું હોય છે. જ્યારે ઓમિક્રોન પોઝીટીવ આવ્યા હોય તેવા વ્યક્તિનો રિપોર્ટ આવ્યા બાદથી તેને અને તેના ક્લોઝ કોન્ટેક્ટ પર સઘન વોચ રાખવામાં આવે છે.

ડો. રાજેશ શાહે વધુમાં જણાવ્યું કે, પોઝીટીવ વ્યક્તિનું સરકારની માર્ગદર્શિકા પ્રમાણે સારવાર થાય છે. તો ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ નેગેટીવ હોય તો પણ તેઓએ હોમ આઇસોલેશનમાં 15 દિવસ સુધી રહેવાનું હોય છે. આમ, કોરોના કેસોને ઉગતા જ ડામવા માટે શહેરનું આરોગ્ય તંત્ર કામ કરી રહ્યું છે.

ડો. રાજેશ શાહે ઉમેર્યું કે, કોરોનાની બીજી લહેર વખતે શહેરના આરોગ્ય તંત્ર અને લોકોના સહકારથી કપરી પરિસ્થીતીમાંથી બહાર આવવું શક્ય બન્યું હતું. હાલની સ્થિતી જોઇને પાલિકા તંત્રની સાથે લોકોએ પણ કોરોનાને અટકાવવા માટે આગળ આવવું પડશે. કોરોનાથી બચવાના તમામ નિયમોનું ચુસ્ત પણે પાલન કરો, જે કોઇને વેક્સીન લેવાની બાકી હોય તો તેઓએ વેક્સીન મુકાવી દેવી જોઇએ. પાલિકા તંત્ર ઓમિક્રોન સામે લડવા સજ્જ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud