• મહેસૂલ મંત્રીએ વડોદરા જિલ્લાના મહેસૂલી અધિકારીઓ સાથે કર્યો પરામર્શ
  • કચેરીની આસપાસ જોવા મળતા અરજદારો સાથે સંવેદનાપૂર્વક સંવાદ કરો અને તેમની મુશ્કેલીઓ હલ કરવામાં મદદરૂપ બનો: મહેસુલ મંત્રી

WatchGujarat. મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ શનિવારે વડોદરા જિલ્લા મહેસૂલી તંત્ર સાથે મોકળો પરામર્શ કર્યો હતો. તથા લોકોના મહેસૂલી કામોની સરળતા અને પારદર્શકતા માટે રાજ્ય સરકારની તાજેતરની ડિજિટલ પહેલો અને તેના થી થનારી સરળતાની ભૂમિકા આપતાં, નિષ્ઠાપૂર્વક આ પહેલોનો સુચારુ અમલ કરી લોકોને લાભ મળે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

તેમણે હૃદયસ્પર્શી સૂચન/ અનુરોધ કરતાં કહ્યું હતું કે, રોજ સવારે જ્યારે કચેરીમાં આવો ત્યારે કચેરી કામ શરૂ કરતાં પહેલા કચેરીની આસપાસ ઉપસ્થિત લોકો/ અરજદારો સાથે આત્મીયતાપૂર્વક થોડી વાતચીત કરો, એ કયા કામે આવ્યા છે અને કોઈ તકલીફ હોય તો તેની પૃચ્છા કરો. અરજદાર તમારી કચેરીના કામે આવ્યો હોય કે અન્ય કોઈ ખાતાના કામે આવ્યો હોય,એની મુશ્કેલીના નિરાકરણનું માર્ગદર્શન આપો અને શક્ય તે રીતે તેની મદદ કરવાનો પ્રયાસ કરો.તમારો આ નાનકડો પ્રયત્ન ખૂબ મોટો આત્મ સંતોષ આપશે.

શક્ય હોય તો અરજદાર સાથે તમારા નિખાલસ સંવાદ અને તેને મદદરૂપ બનવાની ઘટનાનો વિડિયો ઉતારીને મને મોકલો.હું તમારી સારપ નો પ્રચારક બનીશ. આજે યોજાયેલા ગુડ ગવર્નન્સ ફોર અર્બન ડેવલોપમેન્ટ ના કાર્યક્રમમાં તેમણે મહેસૂલ વિભાગની ડિજિટલ પહેલો અને શકવર્તી નિર્ણયો તથા તેના લાભોની ભૂમિકા આપી હતી.

તેમણે જણાવ્યું કે કચ્છ ના વિનાશક ભૂકંપ પછી અસરગ્રસ્તો માટે વિવિધ સંસ્થાઓએ ઉદારતા સાથે મકાનો બનાવ્યા.પરંતુ વહીવટી ગુંચના લીધે લાભાર્થીઓને આ મકાનો નો માલિકી હક્ક મળતો ન હતો. સાંથની ની જમીન વિધિવત્ ફાળવવાનો નિર્ણય કરવા થી આ સમસ્યાના ઉકેલની દિશા મળી છે.ગણોતધારામાં  ગરીબ ગણોતિયા સગવડ થયે નાણાં ભરે એવી છૂટછાટ આપી છે જેથી તેમનો જમીન અધિકાર સલામત રહેશે. મકાન/ જમીનના દસ્તાવેજો ની પ્રમાણિત નકલ ઓનલાઇન મળે તેવી વ્યવસ્થા કરી છે. તેમણે નાગરિકોને અનુરોધ કર્યો કે કલેકટર અને મહેસુલી કચેરીઓમાં ક્યાંય તકલીફ પડે તો મને સીધી જાણ કરતાં અચકાશો નહિ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud