• વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી એન.જી.ઓ.માં કામ કરતી 18 વર્ષની યુવતિની સાયકલને ટક્કર મારી તેને રીક્ષામાં ખેંચી લીધા બાદ આચર્યું દુષ્કર્મ
  • પોલીસે યુવતિની ડાયરીમાંથી મળેલી નોટ સહિત અનેક મુદ્દાઓને ધ્યાને રાખીને તપાસ શરૂ કરી
  • યુવતિ છેલ્લે સુરત રેલવે સ્ટેશનની અંદર અને બહાર નજરે પડી હતી
  • યુવતિ પોતાના ખભે બેગ લગાડીને પ્લેટ ફોર્ન નંબર 1 પર આવેલી ટ્રેનમાં જતી હોવાનું સીસીટીવીમાં બહાર આવ્યું

WatchGujarat. વડોદરાના વેક્સીન ગ્રાઉન્ડ પર એન.જી.ઓ.માં કામ કરતી યુવતિ પર બે નરાધમોએ ખેંચીને લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાના એક અઠવાડિયા બાદ યુવતિ ગુજરાત ક્વિન ટ્રેનમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. તપાસ દરમિયાન યુવતિએ પોતાની સાથે થયેલી ઘટના અંગે લખેલી ડાયરીના આધારે સમગ્ર મામલો સપાટી પર આવ્યો હતો. યુવતિ છેલ્લે સુરત રેલવે સ્ટેશન પર જોવા મળી હતી. જેના સીસીટીવી હાલ સામે આવ્યા છે.

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી એન.જી.ઓ.માં કામ કરતી 18 વર્ષની યુવતિની સાયકલને ટક્કર મારી તેને રીક્ષામાં ખેંચી લીધી હતી. રીક્ષામાં ખેંચી લીધા બાદ તેને વેક્સીન ગ્રાઉન્ડ લઇ જવામાં આવી હતી. જ્યાં તેણીની સાથે બે નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન વેક્સીન ગ્રાઉન્ડમાં બસ પાર્ક કરવા માટે આવેલા ડ્રાઇવરનું ધ્યાન જતા તેણે દુષ્કર્મનો ભોગ બનેલી યુવતિને મદદ કરી હતી. તથા અન્ય એક ઇસમ પણ યુવતિની મદદે આવ્યા હતા. ઘટનાના એક અઠવાડિયા જેટલો સમયવિતી ગયા બાદ 4 નવેમ્બરના રોજ વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વિનમાં સાફસફાઇની કામગીરી દરમિયાન યુવતિને ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

મામલાની એક્સીડેન્ટલ ડેથ તરીકે નોંધ કરીને રેલવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન યુવતિએ પોતાની સાથે ઘટેલી ઘટનાની ડાયરીમાં કરેલી નોંધ મળી આવી હતી. જેને આધારે પોલીસે તપાસનો દોર વડોદરા સુધી લંબાવ્યો હતો. યુવતિ છેલ્લે સુરત રેલવે સ્ટેશનની અંદર અને બહાર નજરે પડી હતી. જેમાં યુવતિ પોતાના ખભે બેગ લગાડીને પ્લેટ ફોર્ન નંબર 1 પર આવેલી ટ્રેનમાં જતી જોવા મળી રહી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતની વિગતો એકત્ર કરી તે દિશામાં તપાસ શરૂ કરી છે. સુત્રના જણાવ્યા પ્રમાણે, યુવતિએ પોતાના પરિજનોને મરોલી જતી હોવાનું જણાવ્યું હતું. જો કે, મરોલીમાં જવા અંગેના કારણ અંગે હાલ કોઇ વધુ વિગર મળી શકી નથી.

હાલ આ કેસમાં કંઇ પણ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઇ શકી નથી. પોલીસ અનેક મુદ્દાઓને ધ્યાને રાખીને તપાસનો દોર લંબાવ્યો છે. હવે આ મામલે પોલીસ તપાસ બાદ જ કંઇ સ્પષ્ટ થઇ શકશે.

Facebook Comments Box

Videos

Our Partners