વડોદરામાં એલએલબી કરતી વિદ્યાર્થીનીને કંપનીમાં લાયઝનીંગનું કામ કરવા રાખી તેની સાથે બરજબરી કરી
કંપનીના માલિકે ઇન્વેસ્ટરને ખુશ કરવાનું જણાવી આપ્યું દબાણ
વિદ્યાર્થીનીનું રેકોર્ડીંગ કરી તેને બદનામ કરવા તેના મિત્રોને ફોટા – વિડીયો મોકલ્યા
આખરે યુવતિએ બે લોકો વિરૂદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
WatchGujarat. વડોદરામાં રીયલ એસ્ટેટ કંપનીમાં સીઈઓ બનાવવાની લાલચ આપી યુવતિનો દેહ ચુંથ્યાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના રેસકોર્ષ સર્કલ ખાતે આવેલી ઓફિસમાં કામ કરતી યુવતિ સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. ફરિયાદ બાદ પોલીસે આરોપીઓને પકડવામાં ચક્રો ગતિમાન કર્યા છે.
સમગ્ર મામલે ગોત્રી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, તાનીયા (નામ બદલ્યું છે) વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં એલએલબીના કોર્ષમાં અભ્યાસ કરે છે. ભણવાના ભાગરૂપે પહેલા વર્ષનો અભ્યાસક્રમ પુર્ણ થયા બાદ લાયઝનીંગની ટ્રેનીંગ લેવા માટે સિમરન વડોદરાની રેસકોર્ષ વિસ્તારમાં ચકલી સર્કલ ખાતે આવેલી એમ્સ કો. એન્ડ સન્સ કંપનીમાં લાયઝનીંગની ટ્રેઇનીંગ માટે જોડાઇ હતી. કંપનીના માલિક અશોકભાઇ જૈન હતા.
અશોક જૈને તાનીયાને રહેવા માટે ભાડાનું ઘર પણ આપ્યું હતું. દરમિયાન તાજેતરમાં અશોક જૈને સહારા ઇન્ડસ્ટ્રીઝની જમીન સંદર્ભે રાજુભાઇ ભટ્ટને મળવાનું જણાવ્યું હતું. અશોક અને તાનીયા મર્સિડીઝ કારમાં રાજુ ભટ્ટને મળવા માટે વાસણા રોડ ખાતે આવેલા ગેસ્ટ હાઉસમાં ગયા હતા. જ્યાં મીટિંગ દરમિયાન અશોકે કોલ્ડ્રીંગ આપ્યું હતું. મીટિંગ બાદ રાજુ ભટ્ટ ત્યાંથી જતા રહ્યા હતા. અને તાનીયાને માથું દુખવાનું શરૂ થયું હતું. ત્યારે અશોકે તાનીયાની આબરૂ લુંટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તાનીયાએ વાતનો વિરોધ કરતા અશોક અટકી ગયો હતો. અને ફરી ક્યારેય પરેશાન નહિ કરૂ તેમ કહી તેને ઘરે મુકી ગયો હતો.
ચાર પાંચ દિવસ બાદ અશોકે તાનીયાને ફોન કરીને સહારાની ડીલ કરવા મામલે તેને બોલાવી હતી. જ્યાં 50 ટકા ભાગ, રીયલ એસ્ટેટ કંપનીમાં સીઇઓ બનાવવવાની ઓફર કરી તેની સામે ફરિયાદ નહિ કરવા જણાવ્યું હતું. ત્યાર થોડાક દિવસો વિતી ગયા બાદ અશોક તાનીયાના ઘરે ટીફીન લઇ પહોંચ્યો હતો. અને જમવા માટે કહ્યું હતું. તાનીયાએ વાતનો વિરોધ કરતા તે ઉશ્કેરાઇ ગયો હતો. અને તેને તાનીયાને માર મારી કપડા ફાડી નાંખી દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ અશોકે તાનીયાને કહ્યું કે, ઇન્વેસ્ટર રાજુ ભાઇની સાથે સંબંધ બાંધીને તેને પણ ખુશ કરી દે.
ઘટનાના બીજી દિવસે રાજુભાઇ તાનીયાના ફ્લેટ પર આવ્યા હતા. અને ચા પાણી માંગ્યું હતું. તાનીયાએ ના પાડતા રાજુભાઇએ તેને ધક્કો મારીને રૂમમાં લઇ ગયા હતા. જ્યાં ભાગવા જતા રાજુભાઇએ તેના પર ટીવી માર્યું હતું. અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ જણાવ્યું કે, તું કંઇ પણ કરીશ તો રેકોર્ડીંગ કરેલું છે. બીજા દિવસે અશોકે તાનીયાને લેપટોપ લઇને બોલાવી હતી. અને તેનો ફોન તોડી નાંખી નવો ફોન અપાવ્યો હતો. ત્યાર બાદ ફરી તાનિયાને બોલાવીને મારો બીજો ઇન્વેસ્ટર છે તેને ખુશ કરી દે, ડિલ થતાની સાથે જ 50 ટકા પ્રોફિટ તને મળી જશે તેમ જણાવ્યું હતું. અને તાનીયને મોબાઇલમાં અશોક અને રાજુ સાથેના ફોટા બતાવ્યા હતા. અને કહ્યું કે, હું તને કહું છું એમ કર નહિતો બધાને વાયરલ કરી દઇશ.
ત્યાર બાદ અશોક તાનીયાને રેસ્ટોરેન્ટમાં લઇ ગયો હતો. જ્યાં તાનીયાને અશોકના કહ્યા મુજબ નહિ થતું હોવાનું જણાવતા તે ગુસ્સો થયો હતો. અને તાનીયાના મિત્રને મોબાઇલ પર તેના ફોટો મોકલી દીધા હતા. સમગ્ર ઘટના બાદ તાનીયા શહેર છોડીને તેના ઘરે જતી હતી. ત્યાર બાદ આજરોજ વડોદરા ખાતે આવીને તેણે અશોક જૈન અને રાજુ ભટ્ટ વિરૂદ્ધ પોલિસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
- વડોદરામાં એલએલબી કરતી વિદ્યાર્થીનીને કંપનીમાં લાયઝનીંગનું કામ કરવા રાખી તેની સાથે બરજબરી કરી
- કંપનીના માલિકે ઇન્વેસ્ટરને ખુશ કરવાનું જણાવી આપ્યું દબાણ
- વિદ્યાર્થીનીનું રેકોર્ડીંગ કરી તેને બદનામ કરવા તેના મિત્રોને ફોટા – વિડીયો મોકલ્યા
- આખરે યુવતિએ બે લોકો વિરૂદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી