• 28 નવેમ્બરના રોજ વર્ષ 2019માં નવલખી ગ્રાઉન્ડમાં એક સગીરા પર બે નરાધામો દુષ્કર્મ આચરી પંખી નાખી હતી
  • ફુગ્ગા વેચનાર જશો અને કિશનની અમદાવાદા ક્રાઇમ બ્રાન્ચે 10માં દિવસે ઝડપી પાડ્યાં હતા
  • 1 વર્ષ 11 મહિના બાદ ફરી એક વખત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ ચકચારી કેસની તપાસમાં સામેલ થઇ

WatchGujarat. દિલ્હીના નિરભયા કાંડ બાદ દેશ ભરમાં ચકચાર મચાવનાર નવલખી ગ્રાઉન્ડમાં સગીરા પર થયેલા સામૂહિક દુષકર્મ કેસનુ 1 વર્ષ 11 મહિના બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં તેનુ પુનરાવર્તન થયું હોય તેવુ લાગી રહ્યું છે. આ ચકચારી કિસ્સાની તપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સોંપવમાં આવી હતી. સગીરા પર થયેલા દુષકર્મ  કેસમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા ખુદ નિરીક્ષણ કરી રહ્યાં હતા. દરમિયાન આ કેસની તપાસમાં તે સમયે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઇ હતી.

28 નવેમ્બર 2019 નવલખી મેદાનમાં શુ બન્યું હતુ

શહેરમાં રહેતી એક સગીરા તેના મિત્ર સાથે  મોડી સાંજે નવલખી મેદાનમાં બાઇક પર બેઠી હતી. બન્ને વાતો કરી રહ્યાં હતા શિયાળો હોવાથી અંધારૂ પણ ઘણૂ હતુ, તેવામાં નવલખી મેદાનની ઝાડીઓમાંથી એકા એક બે હવસખોરો બહાર આવ્યાં અને સગીરાને 800 મીટર અંદર ઝાડીઓમાં ખેંચી ગયા હતા. જ્યાં બન્નેએ નરાધમોએ સગીરા પર સામૂહિક બળાત્કાર ગુજારી તેના કપડા પણ ફાડી નાખ્યાં હતા. આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે દુષકર્મની ફરીયાદ નોંધાઇ હતી.

સગીરા પર થયેલા સમૂહિક દુષકર્મનો મામલો તે સમયે દેશભરમાં ચકચાર મચાવી રહ્યો હતો. જેથી સમગ્ર મામલાની તપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે 10થી વધુ ટીમો બનાવી દિવસ રાત નરાધમોની શોધમાં લાગી હતી. એક અઠવાડીયા જેટલો સમય વિતી ગયો હતો, એક્સપર્ટ પાસેથી પોલીસે નરાધમોના વિવિધ સ્કેચ તૈયાર કરાવ્યાં, જેના આધારે પોલીસે 70 ઉપરાંત શકમંદોની પુછપરછ કરી પણ કોઇ સફળતા ન મળી. તેવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ ચકચારી કેસની તપાસમાં જોડાઇ હતી. વડોદરા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત રીતે કેસની તપાસ કરી રહીં હતી. તેવામાં 8મી ડીસેમ્બરની વહેલી સવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સોર્સથી આરોપીઓની સગળ મળી અને તરસાલી વિસ્તારમાંથી મોબાઇલ લોકેશનના આધારે સગીરા પર સામૂહિક દુષકર્મ આચરનાર જશા અને કિશનને તરસાલી વિસ્તારમાં ઝડપી લેવામાં આવ્યાં હતા.

આ વાતને 1 વર્ષ અને 11 મહિના થઇ ચુક્યા છે, ત્યારે ફરી એક વખત નવલખી મેદાનમાં બનેલી ઘટનાનુ વેક્સિન ગ્રાઉન્ડમાં પુનરાવર્તન થયુ હોય તેવુ જોવા મળી રહ્યું છે. વેક્સિન ગ્રાઉન્ડ નજીક એક રિક્ષામાં સવાર બે વ્યક્તિઓએ નવસારીની યુવતીની સાઇકલને ટક્કર મારી તેનુ અપહરણ કર્યું હતુ. ત્યારબાદ તેણીને વેક્સિન ગ્રાઉન્ડમાં અવવારૂ જગ્યાએ લઇ જઇ તેની સાથે દુષકર્મ આચર્યું હોવાની વિગતો સાપડી રહીં છે. જોક આ સમગ્ર મામલની તપાસ વલસાડ રેલવે પોલીસ કરી રહીં છે.

જોકે નવલખી સામૂહિક દુષકર્મ કેસમાં ફરી એક વખત વડોદરા શર્મસાર થતાં આ ચકચારી બનાવની તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના બે પી.આઇ અને તેમની ટીમ જોડાઇ છે

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud