• પાલીકાના કર્મચારીઓ ઉપર સ્થાનીકોએ હુમલો કરતા અન્ય કર્મીઓ રોષે ભરાયા
  • જેટિંગ મશીનની કામગીરી એક જ સ્થળે ફરીથી કરવા માટે તકરાર કરી હતી
  • રોષ ભરાયેલા પાલીકાના કર્મચારીઓ પાણીગેટ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા હતા
  • જોકે પાણીગેટ પોલીસે મામલો થાળે પાડી CCTV ફૂટેજના આધારે કર્યવાહી હાથ ધરી હતી

WatchGujarat. વડોદરા શહેરના ડભોઇ રોડ ઉપર ગણેશનગરમાં જેટિંગ મશીનની કામગીરી દરમિયાન ચાર જેટલા સ્થાનિકોએ પાલિકાના ત્રણ કર્મચારીઓ ઉપર લાકડી વડે હુમલો કરી દીધો હતો. જોકે સમગ્ર બનાવ CCTV માં કેદ થઈ ગયો હતો. પાલિકાના કર્મચારીઓ ઉપર હુમલો થતા અન્ય કર્મીઓ રોષે ભરાયા હતા. પાણીગેટ પોલીસે આ બનાવ અંગે કર્યવાહી હાથ ધરી છે.

પાલીકાના કર્મચારીઓ જેટીંગ મશીન લઈ કામગીરી માટે પહોંચ્યા હતા

વડોદરા શહેરના ડભોઈ રોડ ઉપર આવેલા ગણેશનગર માળી મહોલ્લામાં વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નં-3 માં ફરજ બજાવતા કોન્ટ્રેક્ટરના માણસો જેટિંગ મશીનની કામગીરી માટે પહોંચ્યા હતા. જ્યાં જેટિંગ મશીન વડે ચોક્કસ થયેલી લાઈન શરૂ કરવામાં આવી હતી. તેમ છતાં સ્થાનિક રહીશોએ જેટિંગ મશીનની કામગીરી ફરીથી કરવા માટે તકરાર કરી હતી.

પાલીકાના કર્મીઓ ઉપર લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો

આ દરમિયાન, ચાર જેટલા શખસોએ હિતેશ પરમાર, જગદીશ સોલંકી સહિત ત્રણ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરીને લાકડીઓ વડે માર માર્યો હતો. જે ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મુકી હતી. તથા પાલીકાના અન્ય કર્મીઓ પણ ભારે રોષે ભરાયા હતા.

પાણીગેટ પોલીસે મામલો થાળે પાડી CCTV ફૂટેજના આધારે તપાસ ચાલું કરી

સમગ્ર બનાવ બાદ હુમલાનો બોગ બનેલા કર્મચારીઓ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાવાની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ આ બનાવની જાણ પાલીકાના અન્ય કર્મચારીઓને થતા તેઓ પણ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. આ બનાવે અંગે કોર્પોરેશનના કર્મચારીઓએ હુમલોખોરો સામે અટકાતી કાર્યવાહી કરવાની માંગ સાથે રોષ ઠાલવ્યો હતો. પોલીસે સમગ્ર મામલો થાળે પડ્યો હતો. જે બાદ પાણીગેટ પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud