ચાલુ રસ્તે ફોન પર વાત કરતા લોકોને નિશાનો બનાવતા હતા આ બે લૂંટારુ
ચોરીના ફોન વહેંચવા આવવાની બાતમી મળતા પોલીસે વૉચ ગોઠવીને બે ઈસમોને દબોચી લીધા
પોલીસે 11 અલગ અલગ કંપનીના આશરે 1.23 લાખના ફોન કબ્જે કાર્ય
પોલીસની ઘનિષ્ટ પૂછપરછમાં ખુલ્યો ગુનાહિત ઇતિહાસ
WatchGujarat. વડોદરા શહેરમાં તસ્કરોથી લઈને લૂંટારુઓ છેલ્લા ઘણા દિવસોથી બેફામ બની ગયા છે. ચોવીસ કલાક પેટ્રોલિંગની વાતો કરતી વડોદરા પોલીસને તે ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.શહેરમાં અનેક જગ્યાએ ચોરી, લૂંટ વગેરે જેવી ઘટના અવારનવાર બનતી રહેતી હોય છે.અને તેવામાં જ પાછલા ઘણા દિવસોથી બે લૂંટારુઓ ખુલ્લેઆમ ધોળા દિવસે ચાલુ રસ્તે ફોન પર વાત કરતા લોકોના ફોન ઝૂંટવીને નાશી જતા હોવાની ફરિયાદ શહેરના અનેક પોલીસ મથકે નોંધાઈ હતી.તેને ધ્યાનમાં રાખી આજે વારસિયા પોલીસે બાતમીના આધારે બે લૂંટારુંઓને દબોચી લીધા હતા.
વડોદરા શહેરમાં પાછલા ઘણા દિવસોમાં ગુનાખોરી ખુબ તેજીથી વધી રહી છે. જેમાં ગુનેગારો વગર કોઈના દરે બેફામ બની ગયા છે. અને વડોદરા પોલીસ જે ચોવીસ કલાક શહેરમાં પેટ્રોલિંગ કરતી હોવાની વાતોને તે ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. આ બધા વચ્ચે વડોદરા શહેરમાં બે લૂંટારુ એકટીવા પર આવી ચાલુ રસ્તે ફોન પર વાત કરતા લોકોને નિશાનો બનાવી ખુલ્લેઆમ ધોળા દિવસે તેમનો ફોન ઝૂંટવીને નાશી જતા હોવાની ફરિયાદો અનેક પોલીસ મથકે નોંધાઈ ચુકી હતી. તેને ધ્યાનમાં રાખી વારસિયા પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે બે શખ્સો ચોરીના ફોન વહેંચવા ફરી રહ્યાં છે. આ બાતમીના આધારે વારસિયા પોલીસે વૉચ ગોઠવીને પ્રીતમદાસ વસાવા (રહે. વૈકુંઠ સોસાયટી વિભાગ-1 વાઘોડિયા અને મૂળ કરજણના) અને વિશાલ વસાવા રહે (ધામણજ ગામ કરજણ) ને દબોચી લીધા હતા.
સમગ્ર મામલે વારસિયા પોલીસ સ્ટેશનના પી.આઈ કિરીટ લાઠીયા એ WatchGujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તેમને આજે તેમના ઇન્ફોર્મર દ્વારા બાતમી હતી કે કોઈ બે ઈસમ ચોરીના ફોન વહેંચવાના હેતુથી આવી રહ્યા છે. તે બાતમીને ધ્યાનમાં રાખી. વારસિયા પોલીસે તે બે ઈસમોને પકડવા માટે વૉચ ગોઠવી હતી. અને બાતમી મુજબના બે ઈસમ પ્રીતમદાસ વસાવા તથા વિશાલ વસાવા આવી જતા તેમને પોલીસે ડોબોચી લીધા હતા. સાથે જ તેમની પાસેથી 11 અલગ અલગ કંપનીના ફોન આશરે 1.23 લાખ ના મળી આવ્યા હતા. જે પોલીસે કબ્જે લઇ તેમના વિરુદ્ધ આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી હતી.
પોલીસની ઘનિષ્ટ પુછપરછમાં ગુનાહિત ઇતિહાસ ખુલ્યો
બંને લૂંટારુઓને દબોચી લીધા બાદ પોલીસે તેમની ઘનિષ્ટ પુછપરછ કરી હતી. અને તેમને જાણવા મળ્યું હતું કે આ બે ઈસમ ચાલુ રોડે ફોન પર વાત કરતા લોકોને નિશાનો બનાવી તેમના ફોન ઝૂંટવીને નાશી જતા હતા.અને શહેરના તથા બીજા અન્ય પોલીસ મથકે તેમના વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો.
-પાણીગેટ પોલીસ સ્ટેશન : ગત તા.16 ઓગસ્ટના રોજ ધોળા દિવસે એક બહેન ચાલતા જતા હતા. અને તેમને નીચે પાડી તેમનો ફોન ઝૂંટવીને નાશી છૂટ્યા હતા.
-વાઘોડિયા પોલીસ સ્ટેશન : ગત તા.15 ઓગસ્ટના રોજ ચા ની લારી પર વૃદ્ધાનું ધ્યાન ભટકારી તેમનો ફોન લઇ નાશી ગયા હતા.
-કરજણ પોલીસ સ્ટેશન : ગત તા 15 ઓગસ્ટના રોજ કરજણ ટોલ નાકા નાજી આવેલા સૌચાલય પાસે ફોન પર વાત કરતા યુવકનો પાછળથી આવી અને તેનો ફોન ઝૂંટવીને નાશી છૂટ્યા હતા. સાથે જ એ દિવસે ઘાવટ બ્રિજ નીચે માતાની રાહ જોઈ રહેલો યુવક તેની એકટીવા પર બેસી ગેમ રમતો હતો ત્યારે આ બે લૂંટારુ આવી તેનો ફોન ઝૂંટવીને નાશી ગયા હતા.