• ડિરેલમેન્ટ અને આગથી અફરાતફરી NDRF ના 50 અને રેલવેના 80 કર્મચારીઓની રાહત બચાવ કામગીરી
  • વડોદરા રેલવે ડિવિઝન દ્વારા યોજાયેલી મોકડ્રિલ, તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર
  • કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી રેલવે લાઈન ઉપર બોડેલી સ્ટેશને એક વેગન પાટા પરથી ઉતરી જવા સાથે આગ ફાટી નીકળી હતી. જેમાં 2 પોઇન્ટમેન દાઝી ગયા હતા

WatchGujarat. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના બોડેલી સ્ટેશન ખાતે NDRF વડોદરાની ટીમ સાથે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન બોડેલી સ્ટેશન પર અકસ્માત સર્જાયો હતો. વરિષ્ઠ ડિવિઝનલ સેફ્ટી ઓફિસર અરુણ ભારદ્વાજે માહિતી આપી હતી કે, રેલ્વે પ્રશાસન દ્વારા વ્યવસ્થા જાળવવા અને પરીક્ષણ કરવા માટે સમયાંતરે આવી મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે.

બોડેલી સ્ટેશન પર સવારે 9:59 કલાકે, પ્લેટફોર્મ એક પર રાખવામાં આવેલ વેગન 933674 GS શંટીંગ દરમિયાન પાટા પરથી ઉતરી ગયેલું દર્શાવવામાં આવ્યું હતું અને આગને કારણે 2 પોઈન્ટમેન ઘાયલ થયા હતા. બોડેલી રેલવે સ્ટેશનના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટને રેલવે અકસ્માતની ઘટનામાં એમોનિયા ગેસ લીકેજથી બે પોઇન્ટ અસરગ્રસ્ત હોવાના મેસેજ ઉચકક્ષાએ આપ્યા હતા.

 ઘટનાની જાણ થતાં જ DRM અમિત ગુપ્તા, એડીઆરએમ એકે સિંઘ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. આ દરમિયાન અકસ્માત રાહત ટ્રેનો અને તબીબી રાહત ટ્રેનો પણ પ્રાથમિકતાના ધોરણે સ્થળ પર દોડાવવામાં આવી હતી. સુરક્ષા અધિકારી ભારદ્વાજના જણાવ્યા અનુસાર, સમગ્ર પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવશે અને જો કોઈ ખામીઓ જોવા મળશે, તો તેને સુધારવામાં આવશે. સમગ્ર પ્રક્રિયામાં, ડેપ્યુટી કમાન્ડન્ટ અજય કુમાર સિંઘ અને અનુપમની આગેવાની હેઠળ NDRF ટીમના 50 સભ્યો અને રેલવેના 80 સભ્યોએ આ મોકડ્રીલમાં ભાગ લીધો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud