• બે ભાઈઓએ વાઘોડિયાના જેસીંગપુરા ગામે આવેલ રોયલ લાઈફ નામની સ્કીમમાં સારો નફો કમાવવા અને બીજી સ્કીમમાં 10 ટકા ના ભાગીદાર તરીકે રાખી રૂ.1 કરોડ પડાવી લીધા
  • રૂ. 1 કરોડના રોકાન સામે દર ત્રણ મહિને હિસાબ કરવાનુ નક્કી કરવામાં આવ્યું હતું
  • બંને ભાઈઓએ હિસાબ પ્રમાણે રૂપિયા અથવા કરાર પ્રમાણે મિલકત આપી નહોતી સાથે કરારનું પાલન ન કરી વિશ્વાતઘાત કર્યો હતો
  • સમગ્ર મામલે વાઘોડિયો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંઘાતા પોલીસે વિશ્વાસઘાત, છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે

WatchGujarat. વડોદરા શહેર નજીક આવેલ વાઘોડિયા તાલુકાના જેસીંગપુરા ગામ ખાતે આવેલ રોયલ લાઈફ નામની સ્કીમમાં સારો નફો મળશે તેમજ 10 ટકા ના ભાગીદાર તરીકે સામેલ કરવાનું કહી બે ભેજાબાજોએ કંન્ટ્રકશનનું કામ કરતા શખ્સ પાસેથી રોકાણ કરાવાના નામે રૂ. 1 કરોડ પડાવી લીધા હતા. અને ભાગીદારી કરારનું પાલન નહિં કરી વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી હતી. સમગ્ર મામલે વોઘોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે વિશ્વાસઘાત, છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કર્યવાહી હાથ ધરી હતી.

સમગ્ર મામલાની વિગત એવી છે કે, વડોદરા શહેરના સમા સાવલી રોડ ખાતે આવેલ રેવારણ્ય સોસાયટીમાં રહેતા પ્રશાંત કુમુદચંદ્ર ત્રિવેદી (ઉ.50 વર્ષ) કંન્ટ્રશનનું કામ કરે છે. તેઓએ તેમની ફરિયાદ આપી જણાવ્યું છે કે, આજથી 10 વર્ષ અગાઉ એટલે 2010-11 વર્ષમાં તેઓનો પરિચય સુનીલ આસનદાસ મખીજા (રહે, સંગાથ બંગ્લોઝ, સમા સાવલી રોડ વડોદરા) થયો હતો. ત્યારે અમારી વચ્ચે વાતચીત અને સારો પરિચય થયા બાદ સુનીલે વાઘોડિયા તાલુકાના જેસીંગપુરા ગામ ખાતે આવેલ રોયલ લાઈફ નામની રહેંણાકની સ્કીમ જેમાં ડુપ્લેક્ષ, ફલેટ, કોમર્શીયલ સ્કીમમાં જોડાવવા કહ્યું હતું. તથા તેમાં સારો એવો નફો મળશે અને આજવા રોડ ખાતે આવેલ રોયલ લાઈફની સ્કીમમાં 10 ટકાની ભાગીદારી આપવાનું કહેતા મે તેમાં જોડાયો હતો

આ સ્કીમમાં સુનિલ તથા તેનો ભાઈ દિપક આસનદાસ મખીજને ગત વર્ષ 2014માં મે નોટરી કરાવી પહેલા રૂ.50 લાખ અને બીજા રૂ.50 લાખ મારૂ મકાન મોરગેજમાં મુકી આપ્યા હતા. આમ કુલ મેં રૂ. 1 કરોડનું રોકાન કરાવ્યું હતું. આ રોકાણ સામે દર ત્રણ મહિને હિસાબ કરવો અને રૂપિયા ભાગ પ્રમાણે વહેંચવાનું નક્કી થયું હતું. જે બાદ બંને ભાઈઓએ ભાગીદારીના કરારનુ પાલન ન કરી રોકાણ પ્રમાણે થયેલા હિશાબ મુજબ રૂપિયા નહોતા આપ્યા સાથે રૂપિયાના બદલામાં મિલકત આપવા અવારનવાર અનેક કરારો કર્યા હતા.

ભેજાબાજ ભાઈઓએ તમામ કરારનું ભંગ કરી અને કરી આપવામાં આવેલ રજીસ્ટર બાનાખાતની મિલકત બીજાને વહેંચી મારી જાણ બહાર દસ્તાવેજ કરી આપ્યા હતા. આજદિન સુધી બંને ભાઈઓએ હિસાબ પ્રમાણે રૂપિયા અથવા કરાર પ્રમાણે મિલકત નહોતી આપી અને રૂપિયા બાબતે ગોળગોળ વાતો કરતા આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. બંને ભાઈ વિરૂદ્ધ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે વિશ્વાસઘાત, છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કર્યવાહી હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud