• સંયુક્ત પરિવારમાં રહેતી સુનિતા સિદ્ધાર્થભાઈ નાઈડે (ઉ. 37 વર્ષ) ની  રાત્રે રાબેતા મુજબ મકાનના ઉપલા માળે પતિ અને બાળકો સાથે સુવા ગઈ
  • સુતેલા બાળકોની પરવા કર્યા વગર પરણીતા સુનિતાએ અગમ્ય કારણોસર ફાંસો ખાઇ આપઘાત કરી લીધો
  • બનાવની જાણ તેમના દેરાણી ઉપલા માળે ઉઠાડવા ગયા ત્યારે જેઠાણી સુનીતાનો મૃતદેહ નજરે પડ્યો હતો

WatchGujarat. પતિ શાકભાજી લેવા ગયા બાદ પરણીતાએ વહેલી સવારે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની કરુણતા એ હતી કે, માસુમ પુત્ર માતાના મૃતદેહ પાસે ઉભો રહી રમત રમતાં રમતાં માતાને ઉઠાડવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યો હતો. આ દ્રશ્યએ સન્નાટો પાથરી દીધો હતો. આ બનાવની જાણ વાડી પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને લાશનો કબજો લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળેલી માહિતી મુજબ, વડોદરા શહેરના ડભોઇ રોડ ઉપર આવેલ વુડાના મકાનમાં સંયુક્ત પરિવારમાં રહેતી સુનિતા સિદ્ધાર્થભાઈ નાઈડે (ઉ. 37 વર્ષ) ની  રાત્રે રાબેતા મુજબ મકાનના ઉપલા માળે પતિ અને બાળકો સાથે સુવા ગઈ હતી.  વહેલી સવારે તેના પતિ સિદ્ધાર્થ પિતા સાથે ટેમ્પામાં શાકભાજી લેવા માર્કેટ ગયો હતો. તે દરમિયાન સુતેલા બાળકોની પરવા કર્યા વગર  પરણીતા સુનિતાએ અગમ્ય કારણોસર ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

દરમિયાન, આ બનાવની જાણ તેમના દેરાણી ઉપલા માળે ઉઠાડવા ગયા ત્યારે જેઠાણી સુનીતાનો મૃતદેહ નજરે પડ્યો હતો. આ જોતાં જ દેરાણી ચીસ પાડી ઊઠી હતી. જેથી બાળકો પણ જાગી ગયા હતા. આ બનાવને પગલે નાયડે પરિવારમાં રોકક્કડ શરૂ થતા પડોશના લોકો દોડી આવ્યા હતા. અને વહેલી સવારે ટેમ્પામાં શાકભાજી લેવા ગયેલા પતિ સિદ્ધાર્થ અને તેમના પિતાને બનાવની જાણ કરી હતી. જેથી તેઓ તરત શાકમાર્કેટથી પરત આવ્યા હતા.

આ બનાવની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી. પોલીસ બનાવ સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં  મોકલી આપવા સાથે સુનિતાના આપઘાતનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી. આ બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી.

Facebook Comments Box

Videos

Our Partners