છેલ્લા 17 દિવસમાં યુનિ. માં 38 જેટલાં કોરોના કેસ નોંધાયા
એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં આજે કોરોના ટેસ્ટિંગ હાથ ધરાયું
યુનિ. ની હેલ્થ સેન્ટરની ટીમ અને કોર્પોરેશના સહયોગથી વિદ્યાર્થીનીઓનું રેપિડ ટેસ્ટીંગ કરવામાં આવ્યું
રેપિડ ટેસ્ટમાં બે વિદ્યાર્થીની કોરોના પોઝિટિવ આવતા આઈસોલેટ કરાઈ, સાંજ સુધી આંકડો વધી શકે છે
WatchGujarat. રાજ્યભરમાં કોરોનાની ત્રીજી લહેર હાલ પીક પર છે. કોરોનાના કહેરથી હવે શાળાઓ અને યુનિવર્સિટીઓ પણ બાકાત રહી નથી. કોરોનાએ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પણ પગપેસારો કરી દીધો છે. જેને પગલે એસએસયુ ની ગર્લ્સ હોસ્ટેલમાં આજે કોરોના ટેસ્ટીંગ હાથ ધરાયું હતું. મહત્વનું છે કે આ ટેસ્ટીંગમાં બે વિદ્યાર્થીની કોરોના પોઝિટિવ આવી છે.
છેલ્લા 17 દિવસમાં યુનિવર્સિટીમાં 38 જેટલાં કોરોના કેસ સામે આવ્યા છે. થોડા દિવસ અગાઉ એમએસયુના બોયસ હોસ્ટેલમાં પણ આઠ જેટલાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત મેસમાં કામ કરતાં રસોઈયા અને હોસ્ટેલના વોર્ડન પણ કોરોના સંક્રમિત થયા છે. જેને પગલે યુનિવર્સિટી દ્વારા આજે ગર્લ્સ હોસ્ટેલમાં સરોજીની દેવી હોલ ખાતે વીએમસીસીના સહયોગથી સાથે રાખીને કોરોના ટેસ્ટીંગ અભિયાન શરૂ કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં હોસ્ટેલની છોકરીઓનું કોરોનાનું ચેંકીગ કરવામાં આવ્યું હતું.
જેમાં ત્વરીત રીઝલ્ટ મળે તે માટે રેપીડ ટેસ્ટ દ્વારા ટેસ્ટીંગ હાથ ધરાયું હતું. આ અંગે યુનિ.ના ચીફ વોર્ડન વિજય પરમારે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, પ્રિવેન્ટીવ મેઝર્સ તરીકે આજે વડોદરા કોર્પોરેશન અને યુનિ.ના હેલ્થ વિભાગના સહયોગથી કોરોના ટેસ્ટીંગ કરાવી રહ્યા છે. અત્યારસુધી કરાયેલા ટેસ્ટીંગમાં બે વિદ્યાર્થીનીનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેમણે યુનિવર્સિટીના મેડિકલ હેલ્થ સેન્ટરના ડોકટર્સના માર્ગદર્શન હેઠળ મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરેક હોસ્ટેલની અંદર અમે આઈસોલેટેડ વિંગ રાખેલી છે. કોઈ પણ કોરોના પોઝિટિવ વિદ્યાર્થી હોય તેને અમે આઈસોલેશનમાં રાખીએ છે. જેથી અન્ય વિદ્યાર્થીઓ સંક્રમિત ન થાય. જો કોઈ પણ વિદ્યાર્થીની કોરોના પોઝીટીવ આવે તો તે વિદ્યાર્થીનીઓને યુનિવર્સિટીના હેલ્થ સેન્ટર દ્વારા દવા આપવામાં આવશે. અમે સરકારની ગાઈડલાઈન હેઠળ જ વિદ્યાર્થીનીઓને હોસ્ટેલમાં રાખીએ છે. સોશિયલ ડિસ્ટન્સીંગના કારણે એક રૂમમાં બે થી વધારે વિદ્યાર્થીનીઓને અમે રાખતા નથી. હાલના સંજોગોમાં જે કંઈ વિદ્યાર્થીઓ સંક્રમિત થશે તેને અમે મેડિકલ સારવાર આપવનાની જોગવાઈ કરેલી છે.