• વડોદરાની વિશ્વવિખ્યાત એમ.એસ.યુનિ.માં આજરોજ ટીચર્સ કેટેગરીની 9 ફેકલ્ટીઓની બેઠક માટે મતદાન યોજાયું
 • 3 ફેકલ્ટીઓમાં ભાજપ-સંઘ પ્રેરીત ઉમેદવારોની જીત થઇ
 • ટેકનોલોજી ફેકલ્ટીમાં કોંગ્રેસ પ્રેરીત ઉમેદવાર ડો. નિકુલ પટેલનો વિજય થયો
 • ફેકલ્ટી ઓફ ફાર્મસીમાં માત્ર એક વોટથી ભાવિક ચૌહાણ વિજેતા બન્યા

WatchGujarat. વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બુધવારે ભાજપ-સંઘ અને સત્તાધારી જુથ વચ્ચે ટીચર્સ કેટેગરીમાં 9 ફેકલ્ટીઓમાં મતદાન યોજાયું હતું. સાંજે મતગણતરી બાદ ટીમ MSU ના ઉમેદવારોનો દબદબો રહ્યો હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું છે. 9 પૈકી 5 ફેક્ટીઓમાં સત્તાધારી પક્ષના ઉમેદવારોનો વિજય થયો છે. જ્યારે સંકલમ સમિતી પ્રેરીત 3  ઉમેદવારોનો વિજય થયો છે. અને ટેકનોલોજી ફેકલ્ટીમાં ક્રોંગ્રેસ પ્રેરીત ઉમેદવારનો વિજય થયો છે. અગાઉની વિવિધ કેટેગરીની ચુંટણીમાં પણ ટીમ એમ.એસ.યુ.ના ઉમેદવારોનો દબદબો રહ્યો હતો.

વડોદરાની વિશ્વવિખ્યાત એમ.એસ.યુનિ.માં આજરોજ ટીચર્સ કેટેગરીની 9 ફેકલ્ટીઓની બેઠક માટે મતદાન યોજાયું હતું. ચુંટણીમાં ભાગ લેવા માટે 545 મતદાતા નોંધાયા હતા. શાંતિપુર્વક મતદાન પતી ગયા બાદ સાંજે 4 – 30 કલાકે મતરણતરી હાથ ધરવામાં આવી હતી. આશરે દોઢ કલાક બાદ વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સત્તાધારી જૂથ (ટીમ એમ.એસ.યુ) પ્રેરીત ઉમેદવારોન દબદબો રહ્યો હોવાનું સામે આવ્યું છે. 9 પૈકી 5 ફેકલ્ટીઓમાં સત્તાધારી પક્ષ પ્રેરીત ઉમેદવારોની જીત થઇ છે. જ્યારે 3 ફેકલ્ટીઓમાં ભાજપ-સંઘ પ્રેરીત ઉમેદવારોની જીત થઇ છે. આ ચુંટણીમાં પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે ઉમેદવારોએ છેલ્લી ઘડી સુધી એડીચોટીનું જોર અજમાવ્યું હતું. તમામ પ્રયાસોનું પરિણામ મતદાનના દિવસે જ સાંજે સ્પષ્ટ થઇ ગયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, સેનેટની કુલ 14 બેઠકો હતી. જેમાં ચાર બેઠકો પર અન્ય કોઇ ઉમેદવારી ન કરતા બેઠક બિનહરીફ થઇ હતી.

જાણો કઇ ફેકલ્ટીમાં કયા ઉમેદવારે જીત નોંધાવી

        ફેકલ્ટી      ઉમેદવારનું નામ          કયા જૂથ પ્રેરીત ઉમેદવાર

 • આર્ટસ        ડો. દિલીપ કટારીયા      સંકલન સમિતી
ડો. રૂપલ શાહ
 • સાયન્સ       ડો. રૂપલ શાહ            ટીમ MSU
 ડો. મૃદુલા ત્રિવેદી 
 • કોમર્સ         ડો. મૃદુલા ત્રિવેદી         ટીમ MSU
ડો. બિજોયસિંહ રાઠોડ
 • મેડીસીન      ડો. બિજોયસિંહ રાઠોડ  ટીમ MSU
ડો. નિકુલ પટેલ
 • ટેકનોલોજી      ડો. નિકુલ પટેલ            કોંગ્રેસ
 પ્રફુલ્લ ગોહિલ
 • ફાઇન આર્ટસ   પ્રફુલ્લ ગોહિલ       ટીમ MSU
 • ફેમીલી &

કોમ્યુનિટી સાયન્સ     ડો. સ્વાતિ ધ્રુવ     સંકલન સમિતી

 • ફાર્મસી    ભાવિક ચૌહાણ    સંકલન સમિતી

(ભાવિક ચૌહાણ તેમના પ્રતિસ્પર્ધીથી માત્ર એક વોટથી જ જીત્યા છે)

સંદિપ ગોખલે
 • પોલીટેકનીક          સંદિપ ગોખલે   ટીમ MSU

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud