• એમ. એસ. યુનિવર્સિટીમાં આજરોજ વિદ્યાર્થીઓના બે જુથ સામસામે આવી જતા મારામારીના દ્રશ્યો સર્જાયા
  • પોલીસની વાન આગળ જ વિદ્યાર્થીઓનું એક જુથ ઉગ્રતા પુર્વક પોતાની વાત રજૂ કરી રહ્યું હોવાનું વિડીયોમાં જોવા મળી રહ્યું છે
  • એકા એક પોલીટેકનીક કેમ્પસમાં વિદ્યાર્થી જુથ બાખડતા સુરક્ષા સામે અનેક સવાલો ખડા થયા
  • પ્રાથમિક માહિતી પ્રમાણે જુની અદાવતે ઝગડો થયો હોવાનું પોલીસ સુત્રોએ ઉમેર્યું હતું 

WatchGujarat. એમ. એસ. યુનિવર્સિટીમાં આજરોજ પોલીસની હાજરીમાં બે જુથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ હોવાનો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, પોલીસ વાનની આગળ વિદ્યાર્થીઓ ઉગ્ર બની પોતાની વાત કરી રહ્યા છે. ત્યાં વિજીલન્સ અને પોલીસ જવાનો હાજર છે. અને તેવામાં જ પોલીસની વાનથી થોડેક આગળ જઇને ટોળું એકબીજાને મારવાનું શરૂ કરી દે છે. યુનિવર્સિટીમાં કયા કારણોસર મારામારી થઇ તે હજી સુધી સ્પષ્ટ નથી.

મામલે પ્રાથમિક વિગતો પ્રમાણે, એમ. એસ. યુનિવર્સિટીમાં આજરોજ એન.એસ.યુ.આઇ. અને એ.બી.વી.પી.ના કાર્યકરો સામસામે આવી જતા મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે ચાલી રહ્યો છે. એબીવીપી અને એન.એસ.યુ.આઇ.ના કાર્યકરો કેમ્પસમાં સામ સામે આવી ગયા હતા. જેને કારણે વાતાવરણ તંગ બન્યું હતું.

જે કે, આ મામલે પોલીસને જાણ થતાં જ કાફલો સ્થળ પર આવી ગયો હતો. દરમિયાન પોલીસની વાન આગળ જ વિદ્યાર્થીઓનું એક જુથ ઉગ્રતા પુર્વક પોતાની વાત રજૂ કરી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે કેટલાક પોલીસ કર્મીઓ વિડીયો ઉતારી રહ્યા હોવાનું વિડીયોમાં જોવા મળે છે. એટલામાં વિદ્યાર્થીઓનું ટોળું સ્થળથી થોડેક દુર જાય છે. અને બે જુથ વચ્ચે છુટ્ટા હાથે મારા મારીના દ્રશ્યો સર્જાય છે. મારા મારી થતા જ સ્થળ પર હાજર વિજીલન્સના જવાનો દોડી જાય છે. અને વિદ્યાર્થીઓને છુટા પાડે છે. ફતેગંજ પોલીસ સુત્રના જણાવ્યા પ્રમાણે, જુની અદાવતે આજરોજ પોલીટેકનીક કેમ્પસમાં વિદ્યાર્થીઓના બે જુથ વચ્ચે મારા મારી થઇ હતી. જાણ થતાં જ પોલીસે અનેકને ડિટેઇન કર્યા છે. હાલ આગળની કાર્યવાહી ચાલું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud