• આજે સાંજે આકાશમાં કોઈ વસ્તુ ઉપરથી નીચે આવતી જોવા મળતા લોકોમાં કુતુંહલ સર્જાયું
  • આ કોઈ ખગોળીય ઘટના છે કે આકાશી અકસ્માત તેતો ચોક્કસ તપાસ બાદ જ સામે આવી શકે છે
  • આ શું હતું તે જાણવામાં ઉત્સુકતા જરૂર છે. જે દેખાયું તે કઈ સળગતું હોવાનું પ્રાથમિક અનુમાન છે – પ્રત્યદર્શી

WatchGujarat. શનિવારે સાંજે વડોદરામાં અચરજ પમાડે તેવી ઘટના થઈ છે. મોડી સાંજે 7 : 45 કલાકે એવો નજારો જોવા મળ્યો કે લોકો રોડ સાઈડ પર ઉભા રહીને નજારો નિહાળતા જોવા મળ્યા હતા. હવે આ ઘટના ખરેખરમાં શુ ઘટી છે તે તો તપાસ બાદ જ સામે આવશે.

વડોદરામાં શનિવારે સાંજે 7 : 45 કલાકે લોકોએ આકાશમાં કઈ નવી ગતિવિધિ જોઈ હતી. સામાન્ય રીતેઉનાળામાં આકાશ સ્વચ્છ જોઈ શકાય છે. પણ આજે સાંજે આકાશમાં કોઈ વસ્તુ ઉપરથી નીચે આવતી જોવા મળતા લોકોમાં કુતુંહલ સર્જાયું છે. અને વાહનો રોડની સાઈડ પર લગાડીને ઘટના જોવા લાગ્યા હોવાના દ્રશ્યો ઠેર ઠેર જોવા મળ્યા છે. જો કે આ કોઈ ખગોળીય ઘટના છે કે આકાશી અકસ્માત તેતો ચોક્કસ તપાસ બાદ જ સામે આવી શકે છે.

ઘટનાને નિહાળનારે વાત કરતા જણાવ્યું કે, ઓહેલ દૂરથી કોઈ બિંદુ જોવા મળ્યું હતું. પછી જેમ જેમ તે નજીક આવતું ગયું તેમતેમ તે મોટું થતું જોવા મળ્યું હતું. પછી તેમાંથી કોઈ ભાગ છૂટો પડતો હોય તેવું જણાયું હતું. અને પછી જોતા જોતામાં તે ગાયબ થઈ ગયું હતું. હવે આ શું થયું છે તેને લઈને મનમાં અનેક સવાલો થઈ રહ્યા છે. મેં આજે જે જોયું તે અગાઉ ક્યારે જોયું નથી. પણ આ શું હતું તે જાણવામાં ઉત્સુકતા જરૂર છે. જે દેખાયું તે કઈ સળગતું હોવાનું પ્રાથમિક અનુમાન છે.

Facebook Comments Box

Videos

Our Partners