નેશનલ હાઇવે નં 1 ની વચ્ચો વચ સર્જાયો અકસ્માત
દૂધનું ટેન્કર પાછળથી પુરઝડપે અન્ય ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો
ટેન્કરનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ જતા ફાયર વિભાગે ભારે જહેમત બાદ તેને બહાર કાઢ્યો
WatchGujarat. વડોદરા શહેરની નજીક આવેલા વાસદ ટોલ પ્લાઝાની થોડા જ અંતરે દૂધનું ટેન્કર પુરઝડપે પાછળથી બીજા ટ્રકમાં ઘૂસી જતા હાઇવેની વચ્ચો વચ અકસ્માત સર્જાયો હતો. દૂધના ટેન્કરનો ડ્રાઈવર અક્સ્માતના કારણે ડ્રાઈવર કેબીનમાં ફસાઈ જતા વડોદરા ફાયર વિભાગની ટિમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને ભારે જહેમત બાદ ડ્રાઈવરને બહાર કાઢી તેને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકના હોસ્પિટલ લઇ જવાયો હતો.
સમગ્ર મામલે પ્રાપ્ત વિગત અનુસાર, નેશનલ હાઇવે નં 1 ઉપર દૂધનું ટેન્કર લઇ ડ્રાઈવર સલગુ કશ્યપ અને કંડક્ટર દીપ પટેલ અમદાવાદ થી સુરત જવાના માર્ગે જઈ રહ્યા હતા.તે દરમિયાન વહેલી સવારમાં છ વાગ્યાની આસપાસ વડોદરા શહેર નજીક આવેલા વાસદ ટોલ પ્લાઝાથી થોડાજ અંતરે રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે પાછળથી પુરઝડપે ધડાકાભેર દુધ લઇ જતું ટેન્કર અન્ય એક ટ્રકમાં ઘૂસી ગયું હતું. જેથી હાઇવેની વચ્ચો વચ અકસ્માત સર્જાયા હતો.
દૂધના ટેન્કરનો ડ્રાઈવર સલગુ કશ્યપ પાછળથી પુરઝડપે ટેન્કર હંકારી અન્ય ટ્રકમાં ધડાકાભેર સાથે ઘૂસી જતા તે ડ્રાઈવર કેબીનમાં ફસાઈ ગયો હતો અને સાથે જ તેને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. કંડક્ટર દીપ પટેલને સામાન્ય ઇજા પહોંચતા તે સહીસલામત ટેન્કરની બહાર આવી ગયો હતો. ડ્રાઈવર સલગુ કશ્યપ ટેન્કરમાં જ ફસાઈ રહ્યો હોવાના કારણે બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક ધોરણે વડોદરાથી ERC દરજીપુરા અને પાણીગેટ ફાયર સ્ટેશનથી ઇમરજન્સી વાહનો સાથે ફાયરના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.ડ્રાઈવર કેબીનમાં ફસાયેલ સલગુ કશ્યપને એક કલાકની ભારે જહેમત બાદ ડ્રાઈવર કેબીનને ચીરી બહાર કાઢ્યો હતો. સલગુ કશ્યપને પગમાં ગંભીર ઈજાઓ થતા તેને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકના હોસ્પિટલમાં લઇ જવાયો હતો.
હાઇવેની વચ્ચો વચ અકસ્માત સર્જાત વહેલી સવારમાં ભારે ટ્રાફિક જામ થયો હતો. પરંતુ ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી કરી લેતા. ટેન્કરને ક્રેન વડે સાઈડમાં હટાવી દેવાયો હતો. જેથી ટ્રાફિક થોડા જ સમયમાં ક્લીયર થઇ ગયો હતો.