• વડોદરાના આજવા વિસ્તારમાં આવેલા ભાઇ કાકા પાર્ટી પ્લોટમાં વિદેશથી આવેલા પરિવાર દ્વારા લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું
  • વર વધુ ને લોકોએ આશિર્વાદ આપીને તેમને ભેંટ-સોગાદો પણ આપી
  • ઘરના ભરોસાપાત્ર લોકોએ ગિફ્ટ એકત્ર કરીને તેની નોંધ રાખી એક જગ્યાએ સાવચેતી પુર્વક મુકી
  • આખાય પ્રસંગમાં ગિફ્ટ સાચવી રાખવાર વ્યક્તિ વર વધુની મુલાકાતે ગયા અને કિંમતી સામાનનો થેલો ગાયબ થયો
  • પાર્ટી પ્લોટના કેમેરાનું રેકોર્ડિંગ નબળી ક્વોલીટીનું હોવાથી કામ ન લાગ્યું, ડ્રોન કેમેરાએ ચોરીની પોલ ખોલી નાંખી

WatchGujarat. વડોદરામાં એન.આર.આઇ. દંપત્તિના લગ્નમાં કડવો અનુભવ થયો હતો. સુટ-બુટમાં જ સજ્જ જાનૈયાઓ વચ્ચે જ ચોરો ઘૂસી ગયા હતા. એટલું જ નહિ જમી કરીને લગ્નની ભેંટ ભરેલો થેલો ઉપાડીને નાસી ગયા હતા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થવા પામી હતી. લગ્નમાં આવતા મહેમાનો સિવાયના લોકોની એન્ટ્રી કેટલી ભારે પડી શકે તેનો અંદાજો લગાડવા માટે આ કિસ્સો પુરતો છે.

દેશભરમાં શિયાળાની સીઝન શરૂ થતાની સાથે એન.આર.આઇ.ની લગ્નની મોસમ જામે છે. ખાસ કરીને મુળ ગુજરાતના અને વિદેશમાં વસતા લોકો મોટી સંખ્યામાં લગ્ન કરવા માટે અહિં આવતા હોય છે. તાજેતરમાં વડોદરામાં આયોજિત એન.આર.આઇ.ના  લગ્નમાં અચંબિત કરી દે તેવી ઘટના ઘટી હતી. સમગ્ર ઘટનાને જાણીને તમે પણ લગ્નમાં આવતા મહેમાનો પર નજર રાખશો તે નક્કી છે.

સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના આજવા વિસ્તારમાં આવેલા ભાઇ કાકા પાર્ટી પ્લોટમાં વિદેશથી આવેલા પરિવાર દ્વારા લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્ન પ્રસંગમાં આમંત્રિત મહેમાનો સુટ-બુટમાં આવ્યા હતા. અને મુખ્ય પ્રસંગની રાત્રીએ માહોલ ભારે જામ્યો હતો. તેમાં વર વધુ ને લોકોએ આશિર્વાદ આપીને તેમને ભેંટ-સોગાદો પણ આપી હતી. સામાન્ય રીતે લગ્નની જેમ ઘરના ભરોસાપાત્ર લોકોએ ગિફ્ટ એકત્ર કરીને તેની નોંધ રાખી એક જગ્યાએ સાવચેતી પુર્વક મુકી હતી. તેવામાં જે વ્યક્તિએ આખાય પ્રસંગમાં ગિફ્ટ સાચવી તેઓએ થોડીક વાર માટે વર વધુની મુલાકાત લેવા માટે તેમનું સ્થાન છોડીને ગયા હતા.

દરમિયાન સુટ-બુટમાં તૈયાર જાનૈયાઓ સાથે ઘૂસી ગયેલા ગઠિયાઓએ કરતબ બતાવ્યો હતો. અને તમામની નજર ચુકવીને પાર્ટી પ્લોટમાંથી લગ્ન પ્રસંગે આપેલી કિંમતી ભેંટ સોગાદો ભરેલો થેલો સેરવીને નાસી છુટ્યા હતા. આખાય પ્રસંગમાં ગિફ્ટ સાચવીને રાખી મુકનાર વ્યક્તિ સહેજ જગ્યા પરથી ગયો કે તેની આખીય મહેનત પર પાણી ફરી વળ્યું હતું.

ત્યાર બાદ કિંમતી ભેટ-સોગાદો ભરેલો થેલો શોધવાની કવાયત શરૂ થઇ હતી. પરિજનોએ પાર્ટી પ્લોટના કેમેરા જોવા જતા તેઓની મુશ્કેલીમાં વધારો થયો હતો. કારણકે તમામ કેમેરાના રેકોર્ડિંગનું રીઝલ્ટ ભારે ધુંધળુ હતું. ત્યાર બાદ લગ્ન પ્રસંગનું રેકોર્ડિંગ કરવા માટે ઉપયોગમાં લેવાયેલા ડ્રોન કેમેરાનું રેકોર્ડિંગ જોતા વાત ધ્યાને આવી કે સુટ-બુટમાં લગ્ન પ્રસંગમાં હાજર  જ બે ગઠિયાઓ બેગ સેરવીને નાસી ગયા હતા. રેકોર્ડિંગ જોતા અંદાજો લગાડી શકાય તે બે ચોર પૈકી એક સગીર છે. અને અન્ય યુવક છે.  પરિવારે સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરી દીધી છે.

Facebook Comments Box

Videos

Our Partners