હાલમાં કોરોનાનો ઓમિક્રોન વાયરસનો પેટા પ્રકાર 5 વિદેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે
વડોદરામાં સાઉથ આફ્રિકામાંથી એક 29 વર્ષિય યુવક આવ્યો હતો
યુવક અહિં આવ્યા બાદ તેમાં કોરોનાના લક્ષણો જણાયા બાગ પોઝીટીવ આવ્યો હતો
યુવકના સેમ્પલને વધુ અભ્યાસ અર્થે ગાંધીનગર ખાતે આવેલી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા
તા. 12 મે તથા તા. 23 મે ના રોજ યુવકના સેમ્પલનું જિનોમ સિકવન્સીંગમાં બે વખત ઓમિક્રોનના પેટા પ્રકારની હાજરીની પુષ્ટિ થઇ હતી
WatchGujarat. કોરોના ધીમો પડ્યો છે. પરંતુ હજી ગયો નથી. હવે કોરોનાના નવા નવા પ્રકારના મ્યુટેશન સાથે સામે આવી રહ્યા છે. તેવામાં કોરોનાના નવા નવા મ્યુટેશન વિદેશોમાં હાહાકાર મચાવી રહ્યા છે. હાલમાં કોરોનાનો ઓમિક્રોન વાયરસનો પેટા પ્રકાર BA. 5 વિદેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે. તેવામાં દેશમાં પ્રથમ કેસ તેલાંગણામાં નોંધાયો હતો. ત્યાર બાદ બીજો કેસ વડોદરામાં નોંધાયો હોવાની પુષ્ટિ થઇ છે. વિદેશથી આવેલો યુવક વડોદરામાં આવ્યા બાદ કોરોના પોઝીટીવ આવતા તેના સેમ્પલ વધુ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.
1 મે ના રોજ વડોદરામાં સાઉથ આફ્રિકામાંથી એક 29 વર્ષિય યુવક આવ્યો
સમગ્ર મામલે વડોદરા પાલિકાની હેલ્થ કમિટીના ચેરમેન ડો. રાજેશ શાહે મામલે વાત કરતા જણાવ્યું હતું કે, 1 મે ના રોજ વડોદરામાં સાઉથ આફ્રિકામાંથી એક 29 વર્ષિય યુવક આવ્યો હતો. યુવક અહિં આવ્યા બાદ તેમાં કોરોનાના લક્ષણો જણાતા તેણે રિપોર્ટ કઢાવ્યો હતો. જે પોઝીટીવ આવ્યો હતો. ત્યાર બાદ તેને ક્વોરન્ટાઇન સહિતના નિયમોનું પાલન કર્યા બાદ તે 9 , મે ના રોજ કોરોના નેગેટીવ આવ્યો હતો. ત્યાર બાદ યુવક થોડા દિવસો બાદ સાઉથ આફ્રિકા પરત ફર્યો હતો.
[caption id="attachment_1391177" align="aligncenter" width="640"] Vadodara - Health committee chairman - Dr. Rajesh Shah[/caption]
બંને વખતે રિપોર્ટમાં ઓમિક્રોન 5 પેટા પ્રકારની પુષ્ટિ થઇ
ડો. રાજેશ શાહે ઉમેર્યું કે, દરમિયાન યુવકના સેમ્પલને વધુ અભ્યાસ અર્થે ગાંધીનગર ખાતે આવેલી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેનું જિમોમ સિકવન્સિંગ કરવામાં આવ્યું હતું. જિમોન સિકવન્સિંગમાં યુવકમાં ઓમિક્રોન BA. 5 પેટા પ્રકારની પુષ્ટિ થઇ હતી. તા. 12 મે તથા તા. 23 મે ના રોજ યુવકના સેમ્પલનું જિનોમ સિકવન્સીંગ કરવામાં આવ્યું હતું. બંને વખતે રિપોર્ટમાં ઓમિક્રોન BA. 5 પેટા પ્રકારની પુષ્ટિ થઇ હતી. જે બાદ આ સેમ્પલને વધુ અભ્યાસ અર્થે હૈદરાબાદ ખાતે આવેલા લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
યુવકના માતા પિતા સહિતનું મોનીટરીંગ કરવામાં આવ્યું, કોઇનામાં કોરોનાના લક્ષણો જણાયા નથી
ડો. રાજેશ શાહે વધુમાં જણાવ્યું કે, પાલિકા તંત્ર દ્વારા યુવકના સંપર્કમાં આવેલા તેને માતા પિતા સહિતનું મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. જો કે, કોઇનામાં કોરોનાના લક્ષણો જણાયા નથી. આમ, ઓમિક્રોન BA. 5 પેટા પ્રકારના વેરીયન્ટ અહિં ફેલાયો નહિ હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે. સાઉથ આફ્રિકામાં એપ્રીલ માસની શરૂઆતમાં રોજના 300 કેસો નોંધાતા હતા. જે 22 મે સુધી રોજના 8000 કેસો થયા છે. તેની પાછળ આ પેટા વેરીયન્ટ જવાબદાર છે. આ બતાવે છે કે તે કેટલો ઘાતક છે.
ઓમિક્રોનના પેટા પ્રકારના લક્ષણો
ડો. રાજેશ શાહે જણાવ્યું કે, ઓમિક્રોન BA. 5 પેટા પ્રકારના વેરીયન્ટના લક્ષણોમાં તાવ, ઠંડી લાગવી, ખાંસી, શરદી, શ્વાસ લેવામાં તકલીફ જોવા મળે છે. આ લક્ષણો સામાન્ય ફ્લુના દર્દીઓમાં પણ જોવા મળે છે. લોકોએ આ પ્રકારની સ્થિતીમાં જાતે દવા લઇને સારવાર લેવા કરતા ફેમીલી ફિઝીશીયનની સલાહ લેવી જોઇએ. જેને કારણે જો કોરોના હોય તો તેને ફેલાતો આટકાવી શકાય અને તેને કારણે થતી અસરોને સત્વરે ટાળી શકાય
કોરોનાના ઓમિક્રોન BA.5 પેટા પ્રકારના વેરીયન્ટને કારણે સાઉથ અફ્રિકા તથા યુકેમાં કેસોમાં ઉછાળો આવ્યો
ડો. રાજેશ શાહે વધુમાં ઉમેર્યું કે, આપણે કોરોના સાથે જીવતા શીખવું પડશે. કોરોના હજી ગયો નથી. કોરોના અલગ અલગ પ્રકારે મ્યુટેશન સાથે પરત લોકોને ચેપગ્રસ્ત કરી રહ્યો છે. કોરોનાના ઓમિક્રોન BA. 5 પેટા પ્રકારના વેરીયન્ટને કારણે સાઉથ અફ્રિકા તથા યુકેમાં કેસોમાં ઉછાળો આવ્યો હોવાનું ધ્યાને આવ્યું છે. ખાસ કરીને આ દેશોમાંથી આવતા લોકોનું સઘન મોનીટરીંગ કરવું જોઇએ. જેથી દેશમાં કોરોનાની સ્થિતી જે રીતે કાબુમાં છે તે રીતે જ રાખી શકાય.
કોરોનાની રસી લઇને આપણે પોતાને અને પરિવારને સુરક્ષિત રાખવા જોઇએ
ડો. રાજેશ શાહે વધુમાં ઉમેર્યું કે, કોરોનાથી બચવાના તમામ ઉપાયો લોકોએ હજી પણ કરવા જ પડશે. કોઇ પણ પ્રકારની લાપરવાહી ચાલશે નહિ, સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકોને કોરોનાનો પ્રિકોશનનો ડોઝ આપવામાં આવે છે તે અચુક લેવો જોઇએ. આપણા દેશની કોરોનાની રસી એટલી અસરકારક છે કે, અન્ય દેશોની સરખામણીએ આપણે ત્યાં કોરોનાના કેસોમાં સરેરાશ કાબુમાં છે. કોરોનાની રસી લઇને આપણે પોતાને અને પરિવારને સુરક્ષિત રાખવા જોઇએ.