• રાજ્ય સરકારના લાખ પ્રયાસ છતાં વિશ્વમાં ફફડાટ મચાવનારા ઓમિક્રોન વેરીયન્ટના કેસો નોંધાયા
  • ગતરોજ શહેરમાં એક સાથે 7 કેસો નોંધાયા હતા
  • છેલ્લા 48 કલાકના ઘટના ક્રમને ધ્યાને રાખીએ તો કોરોનાના ઓમિક્રોન વેરીયન્ટના કેસો તેજ રફ્તારથી વધી રહ્યા છે.
  • આજે ઓમિક્રોન પોઝીટીવના સંપર્કમાં આવેલા ત્રણ અને વિદેશથી આવેલા મુસાફર મળીને 4 કેસ નોંધાયા

WatchGujarat. વડોદરામાં કોરોનાના ઓમિક્રોન વેરીયન્ટે તેજ રફ્તાર પકડી હોય તેવું જોવા મળી રહ્યું છે. આજરોજ ઓમિક્રોન પોઝીટીવના વધુ 4 કેસો નોંધાયા છે. જેને લઇને શહેરમાં ઓમિક્રોન પોઝીટીવ દર્દીની કુલ સંખ્યા 14 જેટલી થવા પામે છે. ચાર પૈકી 1 તાન્ઝાનિયાથી આવેલા 43 વર્ષિય પુરૂષો કોરના પોઝીટીવ આવ્યા છે. બાકી ત્રણ વિદેશથી આવ્યા બાદ ઓમિક્રોન પોઝીટીવ કેસના ક્લોઝ કોન્ટેક્ટમાં છે. સ્થિતી જોતા લોકોએ બિનજરૂરી લોકોને મળવાનું સત્વરે ટાળી દેવું જોઇએ તેમ લાગી રહ્યું છે.

રાજ્ય સરકારના લાખ પ્રયાસ છતાં વિશ્વમાં ફફડાટ મચાવનારા ઓમિક્રોન વેરીયન્ટના કેસો નોંધાયા છે. ગતરોજ શહેરમાં એક સાથે 7 કેસો નોંધાયા હતા. જે તમામ વિદેશથી આવેલા લોકોના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા હતા. ઓમિક્રોન વાયરસ જે ગતિએ પ્રસરી રહ્યો છે તે જોતાં લાગે છે કે જો તકેદારી રાખવામાં નહિ આવે તો કોરોનાની બીજી લહેર વખતે થયેલી હાડમારી ભરી સ્થિતી માટે શહેરવાસીઓએ તૈયાર રહેવું પડશે. ગતરોજ શહેરમાં ઓમિક્રોન પોઝીટીવ દર્દીઓની સંખ્યા 10 પર પહોંચી હતી. જે આજે 14 પર પહોંચી છે.

આજરોજ ઝાંબિયાથી આવેલા પરિવારના ઓમિક્રોન પોઝીટીવ સભ્યના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા 67 વર્ષિય પુરૂષ ઓમિક્રોન પોઝીટીવ આવ્યા છે. હાલ તેઓને હોસ્પિટલમાં આઇસોલેશન હેઠળ મુકવામાં આવ્યા છે. અને તેઓમાં લક્ષણો ઓછા પ્રમાણમાં જોવા મળ્યા હોવાનું તંત્રએ જણાવ્યું છે. જ્યારે અન્ય ઓમિક્રોન પોઝીટીટ કેસની વિગત પ્રમાણે, 19 ડિસેમ્બરના રોજ દિવાળીપુરા વિસ્તારમાં રહેતા 43 વર્ષિય પુરૂષ તાન્ઝાનિયાથી અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા. તેઓને કોરોના પોઝીટીવ આવતા એરપોર્ટથી સીધા જ આઇસોલેશન સેન્ટરમાં ખસેડાયા હતા. હાલ તેઓના ક્લોઝ કોન્ટેક્ટમાં હોવાનું કોઇ ધ્યાને આવ્યું નથી.

અન્ય ઓમિક્રોન પોઝીટીવ કેસની વિગતો પ્રમાણે, 14 ડિસેમ્બરના રોજ નોન હાઇ રિસ્ક કંટ્રી ઝાંબિયાથી આવેલા દંપત્તિનો ઓમિક્રોન રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેમના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા 53 વર્ષિય પુરૂષ અને 47 વર્ષિય મહિલાનો આજરોજ ઓમિક્રોન રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આજરોજ કુલ 4 ઓમિક્રોન પોઝીટીવ કેસ નોંધાયા છે.

આમ, શહેરમાં ઓમિક્રોન પોઝીટીવની કુલ સંખ્યા 14 પર આવી પહોંચી છે. છેલ્લા 48 કલાકના ઘટના ક્રમને ધ્યાને રાખીએ તો કોરોનાના ઓમિક્રોન વેરીયન્ટના કેસો તેજ રફ્તારથી વધી રહ્યા છે. હવે લોકો કોરોનાથી બચવાના ઉપાયોના અમલીકરણમાં ઢીલાશ રાખશે તો જીવલેણ નિવડી શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud