• વડોદરામાં શરૂઆતના તબક્કામાં ઓમિક્રોનના કેસોએ રોકેટ ગતિ પકડી હતી
  • 17 ડિસેમ્બરના રોજ ઓમિક્રોન માટે નોન હાઇ રિસ્ક કંટ્રીમાંથી આવેલા દંપત્તિ ઓમિક્રોન પોઝીટીવ આવ્યા હતા, જે શહેરનો પ્રથમ કેસ હતો
  • શહેરમાં અત્યાર સુધી ઓમિક્રોન પોઝીટીવ કેસોમાં કોઇ પણ વ્યક્તિને ગંભીર લક્ષણો સામે આવ્યા નથી

WatchGujarat. વડોદરામાં ઓમિક્રોન પોઝીટીવ કેસોની સંખ્યાં તેજ ગતીથી વધી રહી હતી. જો કે શરૂઆતમાં તેજ ગતિ બાદ રોક લાગી હતી. એક તબક્કે વિદેશથી આવેલો મુસાફરોની સરખામણીઓ તેમના ક્લોઝ કોન્ટેક્ટમાં આવીને ઓમિક્રોન પોઝીટીવ આવેલા દર્દીઓની સંખ્યા વધારે છે. જે જોતાં લાગે છે કે, શહેરવાસીઓએ ઓમિક્રોન વાયરસની ગંભીરતાને લીધો નથી. આજરોજ ઓમિક્રોનના બે પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જેમાં 65 વર્ષિય નાઇરોબી રિટર્ન પુરૂષ અને ટ્રાવેલ હિસ્ટ્રી નહિ ધરાવતા 53 વર્ષિય પુરૂષનો સમાવેશ થાય છે. ટ્રાવેલ હિસ્ટ્રી નહિ ધરાવતા કેસો  આગામી સમયમાં ચિંતા ઉભી કરી શકે છે.

વડોદરામાં ઓમિક્રોન પોઝીટીવ કેસોની સંખ્યાંમાં તેજ ગતિથી વધારો જોવા મળી રહ્યો હતો. છેલ્લા કેટલાય દિવસથી ઓમિક્રોન પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જે ચિંતાનજક હતો. જો કે, શરૂઆતમા રોકેટ ગતિથી વધેલા ઓમિક્રોન કેસોમાં રોક લાગી હતી. 17 ડિસેમ્બરના રોજ ઓમિક્રોન માટે નોન હાઇ રિસ્ક કંટ્રીમાંથી આવેલા દંપત્તિ ઓમિક્રોન પોઝીટીવ આવ્યા હતા. ત્યાર બાદ તેમના સંપર્કમાં આવેલો અડધો ડઝને જેટલા લોકો ઓમિક્રોન પોઝીટીવ આવ્યા હતા. જેમાં બાળકોથી લઇને વૃદ્ધો સુધીની ઉંમર વર્ગના તમામ લોકોનો સમાવેશ થાય છે. જે દર્શાને છે કે ઓમિક્રોન કોઇ ચોક્કર ઉંમર વર્ગ પર નહિ કોઇને પણ સંક્રમિત કરી શકે છે.

દરમિયાન યુકેથી આવેલી યુવતિ કોરોના પોઝીટીવ આવી હતી. તો તાંન્ઝાનિયાથી આવેલો યુવક અમદાવાદ એરપોર્ટ પર આવતા કોરોના પોઝીટીવ થતા તેને સીધો જ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. મોટાભાગના ઓમિક્રોન પોઝીટીવ કેસો નેગેટીવ આવતા તેઓને રજા આપી દેવામાં આવી છે.

આજરોજ ગોત્રી વિસ્તારમાં 11 ડિસેમ્બરના રોજ નાઇરોબીથી રિટર્ન થયેલા 65 વર્ષિય પુરૂષનો ઓમિક્રોન રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. 17 ડિસેમ્બરના રોજ તેઓનું હેલ્છ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જીનોમ સિકન્સીંગના સેમ્પલ લેવાયા તે સમયે તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દર્દીનો ત્યાર બાદ ઓમિક્રોન રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેઓનો સંપર્કમાં આવેલા ત્રણ લોકોને ટ્રેસ કરી તેઓના રિપોર્ટ કાઢવામાં આવ્યા હતા. જેનું પરિણામ નેગેટીવ આવ્યું હતું.

અન્ય એક કેસમાં 53 વર્ષિય પુરૂષનો ઓમિક્રોન પોઝીટીવ આવ્યો છે. તેઓની કોઇ વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી નથી. પ્રારંભીક લક્ષણો જણાતા રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો. જે પોઝીટીવ આવતા તેઓનો હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. તેઓના પરિવારના ત્રણ લોકોના રિપોર્ટ પણ નેગેટીવ આવ્યા હતા. 26 ડિસેમ્બરના રોજ કોરોના તેઓનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.

શહેરમાં અત્યાર સુધી ઓમિક્રોન પોઝીટીવ કેસોમાં કોઇ પણ વ્યક્તિને ગંભીર લક્ષણો સામે આવ્યા નથી. છતાં લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. અને કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પણે પાલન કરવું જોઇએ.

Facebook Comments Box

Videos

Our Partners