• ઓનલાઈન લોભામણી ઓફરો આપી સેલ્સ એકઝીક્યુટીવના રૂ.2.91 લાખ પડાવી લીધા
  • સાયબર ઠગોએ આપી હતી રોજના 3થી 10 કમાવવાની ઓફર
  • પહેલા રૂ.2.96 લાખ ઓનલાઈન ડીપોઝીટ કરાવ્યા હતા, જેમાંથી રૂ.4700 પાછા આવી ગયા હતા
  • સમગ્ર મામલે વડોદરા સાયબર ક્રાઈમે વિશ્વાસઘાત, છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો

WatchGujarat. સાયબર માફીયાઓ રોજે રોજ નવી નવી લોભામણી ઓફરોથી ઓનલાઈન લોકોને તેમનો નિશાન બનાવી રહ્યાં છે. ત્યારે વડોદરાના એક સેલ્સ એકઝીક્યુટીવ સાયબર ફ્રોડનો ભોગ બની ગયા હતા. જેમાં ઠગોએ તેમને પાસે મલ્ટીનેશનલ કંપનીમા ઈનવેસ્ટ કરાવવાના અને સારૂ એવુ કમીશન આપવાના બહાને રૂ.2.96 પડાવી લીધા હતા. સમગ્ર મામલે વડોદરા સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાઈ છે. પોલીસે વિશ્વાસઘાત, છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કર્યવાહી હાથ ધરી હતી.

બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરના અટલાદરા સનફાર્મા રોડ વિસ્તારમા આવેલ કૈલાશ શિખર રેસીડન્સીમા રહેતા મિરલ ભુપેન્દ્રભાઈ નાયક (ઉ.35 વર્ષ) ખાનગી કંપનીમાં સીનીયર સેલ્સ એકઝીક્યુટીવ તરીકે નોકરી કરે છે. તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી જણાવ્યુ છે કે, ગત તા. 31 ઓગસ્ટના રોજ મારા ફોન ઉપર એસએમએસ આવ્યો હતો જેમા રોજના 3 થી 10 હજાર કમાવવાની ઓફર મુકવામા આવી હતી. અને સાથે તેમા એક લીંક પણ હતી.

તે લીંક પર ક્લીક કરતા વોટસએપ ઓપન થયું હતું. અને તેમાં એક મેસેજ આવ્યો હતો. જેમાં જણાવેલ કે, ફ્લીપકાર્ટમોલ મલ્ટીનેશનલ કંપનીમાંથી ઈન્દીરા છું. સાથે તેમા કંપની વિશે માહિતી આપી ઓનલાઈન પૈસા કમાવવાની વગેરે જેવું જણાવી, મારી પાસે રજીસ્ટ્રેશન કરાવી યુઝર આઈડી અને પાસવર્ડ બનાવડાવી ટાસ્ક મોકલ્યા હતા.

મિરલ નાયક ઉમેર્યું હતું કે, આ બાદ વોટસએપ ઉપરાંત ટેલીગ્રામની એન્ટ્રી થઈ હતી અને જેમા લક્ષ્મી નામની મહિલાનો મેસેજ આવ્યો હતો. અને તેને પણ સેમ ફોર્મેટમા રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. મેસેજોમાં ટાસ્ક કંમ્પલીટ કરી કમિશન મેળવી શકવાની ઓફરમા, મે કુલ રૂ.2.96 લાખ ઓનલાઈન ડીપોઝીટ કર્યો હતો. જેમાથી રૂ.4700 મારા ખાતામાં પાછા આવી ગયા હતા. પરંતુ બીજા રૂ.2.91 લાખ આજદિન સુધી પરત આવ્યા નહોતા. જે બાદ મને જાણવા મળ્યુ હતું કે મારી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થઈ છે. સમગ્ર મામલે વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે વિશ્વાસઘાત, છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ફ્રોડ કરવા વપરાયેલ બેન્ક એકાઉન્ટની તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud