• ગતરોજ પંજાબના ફિરોઝપુર જિલ્લાની અંદર મુડકી નજીક નેશનલ હાઈવે પર પ્રધાનમંત્રીના કારના કોન્વોયે 20 મીનીટ સુધી રોકાવવું પડ્યું હતું
  • જેને પ્રધાનમંત્રીની સુરક્ષામાં મોટી ચુંક તરીકે ગણવામાં આવે છે
  • આજરોજ દેશભરમાં ઠેર ઠેર મહા મૃત્યુંજય સહિતના મંત્રનો જાપ કરવામાં આવી રહ્યો છે
  • વડોદરામાં મહા મૃત્યુંજય મંત્રના સમુહગાન બાદ સાંજે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું

WatchGujarat. ગતરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંજાબની મુલાકાતે હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે હવામાન ખરાબ હોવાને કારણે તેઓ સભા સ્થળે જવા માટે કારમાં રવાના થયા હતા. ખેડુતોએ રસ્તો જામ કર્યો હોવાના કારણે પંજાબના ફિરોઝપુર જિલ્લાની અંદર મુડકી નજીક નેશનલ હાઈવે પર પ્રધાનમંત્રીના કારના કોન્વોયે રોકાવું પડ્યું હતુ. જેના વિરોધમાં આજરોજ વડોદરા સહિત દેશભરમાં મૃત્યુંજય મંત્ર જાપ સહિતના અનેક વિધ કાર્યક્રમો યોજાયા હતા. વડોદરામાં રાજ્યના મહિલા મંત્રી મનીષાબેન વકીલની હાજરીમાં મોટી મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગતરોજ પંજાબના ફિરોઝપુર જિલ્લાની અંદર મુડકી નજીક નેશનલ હાઈવે પર પ્રધાનમંત્રીના કારના કોન્વોયે 20 મીનીટ સુધી રોકાવવું પડ્યું હતું. જેને પ્રધાનમંત્રીની સુરક્ષામાં મોટી ચુંક તરીકે ગણવામાં આવે છે. જેને લઇને દેશભરમાંથી પંજાબ સરકાર વિરૂદ્ધ વિરોધ ફાટી નિકળ્યો છે. અને ઠેર ઠેર મહા મૃત્યુંજય સહિતના મંત્રનો જાપ કરવામાં આવી રહ્યો છે. આજરોજ વડોદરામાં બપોરે સાંસજ રંજનબેન ભટ્ટની હાજરીમાં સમુહમાં મહામૃત્યુંજય મંત્રના જાપનો કાર્યક્રમ યોજાયો હતો. તો સાંજે રાજ્ય સરકારના મહિલા મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલની હાજરીમાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરભરમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

આ મામલો આગામી સમયમાં તુલ પકડી શકે તેમ છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રીની સુરક્ષામાં ચુંક મામલે પંજાબ સરકાર પાસે વિગતવાર રિપોર્ટની માંગણી કરી છે. હવે આ મામલે વધુ તપાસ બાદ સ્પષ્ટતા થશે તેમ માનવામાં આવી રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud