• પાદરા તાલુકાના કરખડી ગામેથી પસાર થતી મહિસાગર નદીમાં ડુબી જવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત
  • માતા સહિત તેના બે બાળકો નદીમાં નાહવા પડ્યા હતા, ત્યારે પાણીનુ વહન વધી જતા તેઓ તણાયા હતા
  • વડુ પોલીસે સમગ્ર બનાવ અંગે એડી દાખલ કરી ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે વડુના હેસ્પિટલ ખાતે મોકલ્યા

WatchGujarat. પાદરા તાલુકાના કરખડી ગામેથી પસાર થતી મહિસાગર નદીમાં નાહવા પડેલા એક જ પરિવારના ત્રણ સભ્યોનું કરૂણ મોત નિપજ્યું છે. માતા સહિત તેના બે બાળકો નદીના વહેન સાથે તણાઈ જતા નજીકના રહિશોમાં નાસભાગ મચી ગઈ હતી. આ સમગ્ર મામલાની જાણ પોલીસ તથા ફાયર વિભાગને કરાતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃત દેહોને નદીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે વડુ ખાતે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

સમગ્ર મામલાની વિગત એવી છે કે, મુળ પાદરા તાલુકાના કરખડી ગામે અને હાલ વડોદરા શહેરના તરસાલી સાંઈબાબાના મંદીર પાસે રહેતા જ્યોતિબેન હેમંત વ્યાસ(ઉ.40વર્ષ) ના પુત્ર મિતેષ વ્યાસ (ઉ.12 વર્ષ) અને અભય વ્યાસ (ઉ.10 વર્ષ) ત્રણેય આજે સવારના નવ વાગ્યાની આસપાસ કરખડી ગામેતી પસાર થતી મહિસાગર નદીમાં નાહવા ગયા હતા.

જ્યાં નાહતા- નાહતા અચાનાક પાણીની ભરતી આવી જતા માતા સહિત તેના બે બાળકો પાણીમાં તણાઈ ગયા હતા. આ બનાવ બનતા નજીકના વિસ્તામાં બુમાબુમ અને નાસભાગ થઈ ગઈ હતી. ત્રણ લોકોને પાણીમાં ડુબતા જોઈ નજીકના રહિશો દોડી આવ્યા હતા. અને માતા સહિત તેના એક બાળકને પાણીમાંથી શોધી બહાર કાઢી લીધા હતા. જ્યારે એક બાળકનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

ત્યારબાદ આ સમગ્ર બનાવની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે અંગે વડુ પોલીસ સ્ટેશનના કાફલા સહિત ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને બનાવની તપાસ કરી બીજા બાળકને શોધી કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર ફાયટરોએ સમગ્ર નદીની સમીક્ષા કરી અન્ય એક બાળકને નદીમાંથી શોધી કાઢ્યો હતો. વડુ પોલીસે એડી દાખલ કરી ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે વડુ ખાતે આવેલ હોસ્પિટલમાં મોકલ્યા હતા. જે બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud