વિદેશમાં પેઢીથી વસી ગયેલા ગુજરાતીઓ હવે ઉચ્ચ સરકારી પદો અને રાજકીય પદો પર બિરાજમાન થયા છે
ગુજરાતના પંચમહાલ જિલ્લાનો દીકરો હવે અમેરિકાના ન્યૂ જર્સીના એડિસન શહેરનો પ્રથમ ભારતીય-અમેરિકન મેયર બન્યો
મેયર તરીકે ચૂંટાયેલા સમીર જોષી મૂળ પંચમહાલ જિલ્લાના નાનકડા ગામ શિવરાજપુરના, પિતા પ્રદીપ જોષી 1990ના દાયકાથી અમેરિકામાં વસે છે
રાજકારણના મૂળ સમીર જોષીના પરિવારમાં ઊંડે સુધી છે- પરિવારના મિત્ર
WatchGujarat. ગુજરાતીઓ હાલ દુનિયાના ખૂણે ખૂણે વસી ગયા છે. વિદેશમાં રોજગાર અને વેપાર માટે ગયેલા ગુજ્જુઓ ત્યાં દૂધમાં સાંકળની જેમ ભળી ગયા છે. તાજેતરમાં જ ઘણા મૂળ ગુજરાતીઓ વિદેશમાં ઉચ્ચ સરકારી પદો અને રાજકીય પદો પર બિરાજમાન થયા છે. ભલે તેમનો જન્મ જે તે વિદેશી ધરતી પર થયો હોય પરંતુ તેમના મૂળ ગુજરાતમાં સદા ઉંડે સુધી રહ્યાં હોય છે. જે જાણીને દરેક ગુજરાતી ગર્વ અનુભવે છે. ત્યારે હાલમાં જ મૂળ ગુજરાતનો એક યુવાન અમેરિકામાં આવેલા ન્યૂ જર્સીના એડિસન શહેરનો પ્રથમ ભારતીય-અમેરિકન મેયર બન્યો છે. મૂળ ગુજરાતનો સમીપ જોષી હાલ અમેરિકામાં મેયર બની ગયો છે.
અમેરિકામાં જન્મ પછી પણ સમીપ જોશી પૂરી રીતે ગુજરાતી સંસ્કૃતીથી રંગાયેલા છે
એક કહેવત છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, ગુજરાતીઓ આજકાલ નહીં અંગ્રેજો આવ્યા તે પહેલાથી વેપાર અને ધંધા માટે પરદેશ જતા હોવાના પુરાવા છે. આપણાં લોકગીતોમાં પણ તેનો ઉલ્લેખ મળે છે. આવી જ રીતે સમીપના પિતા પ્રદીપ જોષી 1990ના દાયકાની શરૂઆતમાં અમેરિકા ગયા હતા. જ્યા સમીપ જોષીનો જન્મ થયો હતો. મેયર તરીકે ચૂંટાયેલા સમીપ જોષી અહિંયા સેમ જોષી તરીકે વધુ જાણીતા છે. પ્રદીપભાઈના ભાઈ રાજ જોષી પહેલા અમેરિકામાં સ્થળાંતરીત થયા હતા. જે બાદ તેમના મોટા ભાઈ અરવિંદ અને પછી નાના બાઈ પ્રદીપ પણ અમેરિકા ગયા હતા. આમ આખો પરિવાર અમેરિકામાં સ્થળાંતર કરી ગયા હતા. સમીપનો પરિવાર મૂળ પંચમહાલ જિલ્લા હાલોલ તાલુકાના 1500ની વસ્તી ધરાવતા શિવરાજપુરના ગામનો છે. જેમનો દીકરો હવે અમેરિકાના ન્યૂ જર્સીમાં આવેલા એડિસન શહેરનો પ્રથમ ભારતીય-અમેરિકન મેયર તરીકે ચૂંટાયો છે.
રાજકારણના મૂળ સમીપના પરિવારમાં ઊંડે સુધી છે- પારિવારીક મિત્ર
સમીપના પિતાના મિત્ર મનોરસિંહ રાઠોડે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, રાજકારણના મૂળ સમીપના પરિવારમાં ઊંડે સુધી છે. પિતા-પુત્રએ લગભગ આઠ વર્ષ પહેલાં શિવરાજપુરની મુલાકાત લીધી હતી. તેમનું અહીં ઘર છે અને જમીન પણ છે. સેમ(સમીપ)ના દાદા રસિકલાલ જોષી ડૉક્ટર હતા. જેમણે 1970માં અપક્ષ તરીકે વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી. રસિકલાલની પત્ની (સેમના દાદી) શારદા જોશી જિલ્લા પંચાયતના સભ્ય હતા. જ્યારે સેમના પિતા પ્રદિપના મોટાભાઈ અરવિંદ શિવરાજપુરના સરપંચ પણ રહી ચૂક્યા હતા. રાઠોડે આગળ જણાવ્યું હતું કે, સેમ જોશીનો પરિવાર મૂળ ગોધરા પાસેના રતનપુરનો વતની છે. જો કે, ડો. રસિકલાલ શિવરાજપુરમાં શિફ્ટ થયા અને ત્યાં તેમની ખાનગી પ્રેક્ટિસ શરૂ કરી હતી.