• રાજ્ય સરકાર ગમે તેટલા લાંચિયાઓને પકડે પરંતું લાંચ માંગવાનું હજી પણ ચાલું જ છે
  • સરકારનો ઓર્ડર લઇને હાજર થયેલી શિક્ષીકા પાસે ડોનેશન પેટે રૂ. 3 લાખ મંગાયા, જે રકઝકને અંતે રૂ. 1 લાખ નક્કી થયા
  • લાંચ આપવા નહિ ઇચ્છતા મહિલાના પતિએ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરતા છટકું ગોઠવવામાં આવ્યું

WatchGujarat. પંચમહાલની એક સ્કુલમાં શિક્ષણ સહાયક તરીકેનો ઓર્ડર મળ્યા બાદ મહિલા શિક્ષીકા હાજર થવા માટે સ્કુલે પહોંચી હતી. જો કે, શાળામાં હાજર થતા ત મંડળના ઉપપ્રમુખ, અને મંડળવા મંત્રીએ તેણીની પાસેથી ડોનેશન પેટે રૂ. 3 લાખ માંગ્યા હતા. જે રકઝકના અંતે રૂ. 1 લાખની રકમ નક્કી થઇ હતી. મહિલાના પતિએ એન્ટી કરપ્શન બ્યુરોમા ફરિયાદ કરતા છટકું ગોઠળી આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

રાજ્ય સરકાર ગમે તેટલા લાંચિયાઓને પકડે પરંતું લાંચ માંગવાનું હજી પણ ચાલું જ છે. તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મહિલા શિક્ષીકાને શિક્ષણ સહાયક તરીકે સી.બી. ગર્લસ હાઇસ્કુલ, કાલોલ(પંચમહાલ)માં જોડાવવા માટેનો સરકાર તરફથી ઓર્ડર મળ્યો હતો. ઓર્ડર મળ્યા બાદ મહિલા શિક્ષીકા કલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત સ્કુલ સી.બી. ગર્લસ હાઇસ્કુલ ખાતે પહોંચી હાજર થઇ હતી. જો કે, સ્કુલના સંચાલકો પૈકી જયંતકુમાર રતિલાલ મહેતા (ઉપ પ્રમુખ, કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત શ્રીમતી સી.બી.ગર્લસ હાઇસ્કુલ તથા એમ.જી.એસ.હાઇસ્કુલ,કાલોલ જી.પંચમહાલ) વિરેન્દ્ર પ્રવિણચન્દ્ર મહેતા( મંત્રી, કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત શ્રીમતી સી.બી.ગર્લસ હાઇસ્કુલ તથા  એમ.જી.એસ.હાઇસ્કુલ,કાલોલ જી.પંચમહાલ) એ મહિલા પાસે ડોનેશન પેટે રૂ. 3 લાખની માંગણી કરી હતી. મહિલા શિક્ષીકાએ ઓછુ કરવાનું કહેતા પૈસાની રકમ રૂ. 1 લાખ નક્કી કરવામાં આવી હતી. દરમિયાન કિરણસિંહ અનોપસિંહ પુવારે (શિક્ષક, કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત શ્રીમતી સી.બી.ગર્લસ હાઇસ્કુલ તથા  એમ.જી.એસ.હાઇસ્કુલ,કાલોલ જી.પંચમહાલ) મહિલાને પૈસાની રકમ ચુકવવા માટે દબાણ કર્યું હતું.

જો કે ફરિયાદી શિક્ષીકા લાંચના પૈસા આપવા ઇચ્છતા ન હતા. જેથી શિક્ષીકાના પતિએ એન્ટી કરપ્શન બ્યુરોમાં આ અંગેની ફરિયાદ કરી હતી. જેથી લાંચિયાઓને પકડવા માટે છટકું ગોઠવાયું હતું. લાંચની રકમ એમ.જી.એસ. હાઇસ્કુલ કાલોલ ખાતે લઇ બોલાવવામાં આવ્યા હતા. પૈસા આપ્યાની જાણ થતા એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ ત્રાટકી હતી. અને ત્રણેય લાંચિયાઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.

Facebook Comments Box

Videos

Our Partners