• પાસપોર્ટ વેરીફિકેશન માટે અત્યારસુધી લોકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડતા
  • પોલીસ સ્ટેશન પહોંચ્યાં બાદ પણ કલાકો સુધી રાહ જોવા પડતી
  • વડોદરા પોલીસની સ્પેશ્યલ બ્રાન્ચ દ્વારા આ સમસ્યામાંથી છુટકારો અપાવવા એક નંબર જાહેર કરાયો

WatchGujarat. ભારતીય નાગરિક વિદેશ જવાની ઇચ્છા ધરાવતો હોય ત્યારે તેને પાસપોર્ટની આવશ્યક જરૂર પડતી હોય છે. પાસપોર્ટ હવે લોકોની એક જરૂરીયાત પણ બની ગઇ છે. માત્ર વિદેશ પ્રવાસ નહી પરંતુ ઓળખપત્ર માટે પાસપોર્ટ એટલોજ ઉપયોગ છે, જે આપણે સૌ કોઇ જાણીયે છે. પરંતુ પાસપોર્ટ મેળવવા માટે જ્યારે અરજી કરવામાં આવે અને ત્યારબાદ પોલીસ વેરીફિકેશન આવે ત્યારે લોકો પોલીસ સ્ટેશનના ધક્કા ખાઇ થકી જતા હોય છે. પરંતુ હવે આ સમસ્યામાંથી નાગરીકોને છુટકારો અપાવવા વડોદરા પોલીસ દ્વારા એક નંબર જાહેર કરવામાં આવ્યો છે.

પાસપોર્ટની અરજી કરનાર માટે એક રાહતના સમાચાર સામે આવ્યાં છે. જેમાં વડોદરા શહેરના નાગરિકોને પડતી મુશ્કેલીઓથી હવે છુટકારો મળ્યો છે. સામાન્ય નાગરિક જ્યારે પાસપોર્ટ માટે અરજી કરે ત્યારે તેનુ પોલીસ વેરીફિકેશન કરાવવુ ફરજીયાત હોય છે. પોલીસ વેરીફિકેશન માટે અરજી કરનાર વ્યક્તિને તેના વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી ફોન આવે એટલે વેરીફિકેશન માટે જવાનુ હોય છે. પરંતુ ખરેખર તો પોલીસ વેરીફિશન માટે પોલીસ કર્મીઓએ અરજદારના ઘરે ઝઇ વેરીફિકેશન કરવાનુ હોય છે. જોકે તેવુ થતુ નથી.

જેથી વડોદરા શહેર પોલીસ દ્વારા નાગરીકોને જણાવવામાં આવે છે કે, જ્યારે પણ કોઇ નાગરિક દ્વારા પાસપોર્ટ કેન્દ્ર ખાતે પાસપોર્ટ મેળવવાની અરજી કરવામાં આવે છે. ત્યારે નિયમાનુસાર અરદજારનુ પોલીસ વેરીપિકેશન સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મચારી દ્વારા ફરજીયાત અરજદારના ઘરે જઇને સમય મર્યાદામાં વેરીફિકેશન કરવાનુ રહે છે.

જેથી જ્યારે પણ કોઇ પણ નાગરિકની પાસપોર્ટ મેળવવાની અરજી બાબતે પોલીસ વેરીફિકેશન કરવાનુ થાય અને સ્થાનિક પોલીસ અધિકારી/ કર્મચારી તરફથી કોઇ અરજદારને પોલીસ વેરીફિકેશન માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે તો તે બાતની જામ જે તે અરજદારએ પોલીસ ભવન કમિશ્નર કચેરી ખાત વિશેષ શાખાના ટેલીફોન નંબર 0265-2423950 ઉપર જણાવવા માટે અપીલ કરવામાં આવે છે.

Facebook Comments Box

Videos

Our Partners