• વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો
  • પાવાગઢ મંદિરનો રમણીય નજરો જોવા મળ્યો
  • ધુમ્મસ વચ્ચે વરસાદી માહોલ સર્જાયો

WatchGujarat. વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. જોકે, થોડીવાર વાદળછાયુ વાતાવરણ અને થોડી વાર તડકો જોવા મળ્યો હતો. આમ સતત વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. ત્યારે પાવાગઢ મંદિરનો સુંદર નજારો જોવા મળ્યો હતો.

શિયાળામાં ધુમ્મસ વચ્ચે વરસાદી છાંટા પડતા પાવાગઢ મંદિરનો રમણીય નજારો જોવા મળ્યો હતો. ઉંચાઇ પર આવેલું પાવાગઢ મંદિર ધુમ્મસથી ઢંકાઇ ગયુ હતુ. જાણે વાદળો નીચે આવીને અમી છાંટણાં પાડતા હોય તેવો માહોલ સર્જાયો હતો. ખૂબ જ ધુમ્મસ હોવાથી ખૂબ જ નજીકની વસ્તુઓ પણ દેખાવી મુશ્કેલ હતી પરંતુ ઉંચાઇ પરથી જોઇએ તો જાણે મંદિર વાદળોથી ઢંકાયેલુ જોવા મળ્યું હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે શિયાળા દરમિયાન સતત માવઠા થઇ રહ્યા છે. જેને પગલે ખેડૂતો ચિંતિત થઇ ગયા છે. હવામાન વિભાગે 21 જાન્યુઆરીએ મહેસાણા, દ્વારકા, જામનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં હળવો વરસાદ આગાહી કરી હતી. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન સુકુ રહેવાની શક્યતાઓ છે તેમજ 23 જાન્યુઆરીએ વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર અને સુરતમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

Facebook Comments Box

Videos

Our Partners