• ગરીબ અને મધ્યમ વર્ગ માટે હરણી, કલાલી ,સુભાનપુરા અને ગોત્રીમાં ઈડબ્લ્યુએસ સ્કીમના 2132 આવાસોનું નિર્માણ થવા જઇ રહ્યું છે
  • આવાસ યોજનામાં ભાગ લેવા માટે લાભાર્થીઓ માટે આજથી ફોર્મ વિતરણ શરૂ કરાયું
  • હરણી ખાતેની સ્કીમમાં 37 ચોરસ મીટર ક્ષેત્રફળ છે, તો બાકીની ત્રણ સ્કીમમાં 35 ચોરસ મીટર ક્ષેત્રફળ છે
  • જો પાલિકા દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ઓનલાઇન કરવામાં આવે તો લોકોને અને તંત્રન બંનેને રાહત મળી શકે તેમ છે

WatchGujarat. સ્માર્ટ સીટી વડોદરાના પાલિકા તંત્ર દ્વારા હરણી સહિત ચાર સ્થળોએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2132 આવાસો માટે ફોર્મ વિતરણની કાર્યવાહી હાથ ધરી છે. મોટી સંખ્યામાં લાભાર્થીઓ આવી પહોંચતા એક તબક્કે અફરા તફરી સર્જાય તેવા એંધાણ જોવા મળ્યા હતા. આવાસ યોજનાના લાભાર્થીઓનો ડ્રો ઓનલાઇન કરવામાં આવતો હોય છે, પરંતુ ફોર્મ ભરાવવાની પ્રક્રિયા ઓફલાઇન કરવામાં આવતા તંત્રની અધુરી કામગીરી અંગે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આાવાસ યોજનાના ફોર્મ લેવા માટે 2 કિમી જેટલી લાંબી લાઇનો લાગતા લોકોની હાલત કફોડી બની હતી.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, ગરીબ અને મધ્યમ વર્ગ માટે હરણી, કલાલી ,સુભાનપુરા અને ગોત્રીમાં ઈડબ્લ્યુએસ સ્કીમના 2132 આવાસોનું નિર્માણ થવા જઇ રહ્યું છે. તે માટે આજથી રાવપુરા સ્થિત એફોર્ડેબલ હાઉસિંગ વિભાગની કચેરીમાંથી ફોર્મ વિતરણ કરવાની કામગીરી હાથ ધરાતા લાભાર્થીઓની લાંબી લાઈનો જોવા મળી હતી. હરણી ખાતેની સ્કીમમાં 37 ચોરસ મીટર ક્ષેત્રફળ છે. તો બાકીની ત્રણ સ્કીમમાં 35 ચોરસ મીટર ક્ષેત્રફળ છે. જ્યારે તેની કિંમત 5.50 લાખ રાખવામાં આવી છે. ફોર્મ મેળવવા માટે લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા કચેરી ખાતેથી આગામી દસ દિવસ સુધીના ટોકન ઈશ્યુ કરાયા છે.

અત્રે ઉલ્લેખીય છે કે, વડોદરાને સ્માર્ટ સીટીની તર્જ પર ડેવલપ કરવામાં આવી રહ્યું છે. અને આવાસ યોજનાના લાભાર્થીઓનો ડ્રો ઓનલાઇન કરવામાં આવે છે. પરંતુ લાભાર્થીઓએ ફોર્મ લેવા માટે પાલિકાની કચેરીમાં લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે. જો પાલિકા દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ઓનલાઇન કરવામાં આવે તો લોકોને અને તંત્રન બંનેને રાહત મળી શકે તેમ છે. માત્ર ડ્રો ઓનલાઇન થવાને કારણે પાલિકા દ્વારા અધુરૂ ડિજીટલાઇઝેશન કરવામાં આવ્યું હોવાને કારણે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud