ફીઝીયોથેરાપીના વિદ્યાર્થીઓ અને ABVPના કાર્યકરો સાથે મળીને આવેદનપત્ર આપ્યુ
સરકારી હસ્તક 5 કોલેજોમાં ખાલી રહેલ સિટોને ભરવામાં આવે તે માંગ
કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખાલી સીટો વહેલી તકે ભરાય તેવી માંગ કરી
Watchgujarat.વડોદરા એમ.એસ.યુનિવર્સિટીમાં ફરી વિદ્યાર્થીઓ વિરોધ પર ઉતરી આવ્યા છે. કોઇ ને કોઇ ફેકલ્ટીના વિદ્યાર્થી વિરોધ નોંધાવતા રહે છે. આજે એમ.એસ.યુનિવર્સિટીના ફીઝીયોથેરાપીના વિદ્યાર્થીઓ અને ABVPના કાર્યકરો સાથે મળીને વિરોધ પર ઉતર્યા છે. ભારે સુત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓએ સરકારી કોલેજની ખાલી રહેલ સિટો ભરવા માટે માંગ કરી હતી.
મળતી માહિતી મુજબ આજે ફીઝીયોથેરાપી વિભાગની પ્રવેશ પ્રક્રિયા માટે સરકાર કોલેજની ખાલી રહેલ સિટો ભરવામા આવે તે માટે વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા હતા. સરકારી હસ્તક 5 કોલેજોમાં ખાલી રહેલ સિટોને ઓફલાઇન પદ્ધતિથી અથવા તો ઓનલાઇન રાઉન્ડના માધ્યમથી ભરવામાં આવે તે માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું.
વિદ્યાર્થીઓએ મિડીયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ સમગ્ર ગુજરાતમાં ગર્વર્મેન્ટ ફીઝીયોથેરાપીની વર્ષ 2022ની 70 સીટ ખાલી પડી છે. આ સીટ ભરાઇ નથી તે અંગે આવેદનપત્ર પાઠવી વહેલી તકે આ સીટ ભરાય તે અંગે રજૂઆત કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતુ. અમદાવાદ, સુરત, વડોદરા, અને જામનગરમાં સરકારી ફીઝીયોથેરાપી કોલેજમાં કુલ 70 સીટ ખાલી છે તે ભરવા માટે માંગ કરી હતી.વિદ્યાર્થીઓનુ કહેવુ છે કે પ્રાઇવેટ કોલેજમાં વધારે ફી લેવાય છે. જે લોકોને સરકારી કોલેજની ખરેખર જરૂર છે તેવા વિદ્યાર્થીઓને એડમિશન મળવુ જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે ABVPના કાર્યકરો તથા ફીઝીયોથેરાપીના વિદ્યાર્થીઓ આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા હતા. આ બાબતે નિર્ણય લેવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ફીઝીયોથેરાપીના વિદ્યાર્થીઓ સાથે મળીને ઉગ્ર રજૂઆત કરશે. અગાઉ પણ આર્ટસ ફેકલ્ટીમાં હિંદુ દેવી-દેવતાનાં પોસ્ટર લગાવતા વિવાદ છેડાયો હતો તેમાં પણ ABVPના કાર્યકરોએ ઉગ્ર આંદોલન કરી ન્યાય મેળવ્યો હતો.