કુરિયર કંપની હાર્મની હોટલના માલિક કાનજી મોકરિયા અને રાજુ ભટ્ટનુ ક્રોસ ઇન્ટ્રોગેશન કરવામાં આવી રહ્યું છે.
પોલીસે રાજુ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી
રાજુ ભટ્ટ પીડિતાના ફ્લેટ પર ગયો હોવાનો ઇકરાર પણ પીડિતા સાથે સહમતિથી સંબંધ બાંધ્યા હોવાનુ રટણ
પોલીસ રિમાન્ડ દરમિયાન મુખ્ય ચાર મુદ્દાઓની તપાસ કરશે
WatchGujarat. ચકચારી હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં સંડોવાયેલા રાજુ ભટ્ટની જૂનાગઢી ધરપકડ કરાયા બાદ આજે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. પરંતુ કોર્ટે રિમાન્ડ અરજી બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આગામી 3 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. જેથી પોલીસ હવે રિમાન્ડ દરમિયાન હાઇ પ્રોફાઇલ કેસના મુખ્યા ચાર મુદ્દાઓની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
ગત તા. 19 સપટેમ્બરના રોજ શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે પીડિતાએ સી.એ અશોક જૈન અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. જોકે આ સમગ્ર મામલો બહાર આવતા હાઇ પ્રોફાઇલ કેસની તપાસ સ્થાનિક પોલીસ પાસેથી આંચકી લઇ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે તપાસ સંભાળતાની સાથે જ રાજુ ભટ્ટને ભાગવામાં મદદ કરનાર કાનજી મોકરીયાની ધરપકડ કરવામાં આવી હતી.
કાનજી મોકરિયાની ધરપકડ કર્યા બાદ તેનો કોવિડ ટેસ્ટ કરાવતા નેગેટિવા આવ્યો હતો, અને ત્યારબાદ તેને કોર્ટમાં રજુ કરી પોલીસે 1લી ઓકટોબર સુધીના રિમાન્ડ મેળવ્યાં છે. આ દરમિયાન પોલીસે રાજુ ભટ્ટની જૂનાગઢથી ધરપકડ કરી આજે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે મહત્વના મુદ્દાઓની તપાસ અર્થે રાજુ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જોકે કોર્ટે આગામી 3 ઓકટોબર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.
રાજુ ભટ્ટના રિમાન્ડ માટે ક્રાઇમ બ્રાન્ચે રાજુ ભટ્ટ યુવતિના ઘરે પહોંચી કાર ક્યાં પાર્ક કરી, બળાત્કારની તમામ બાબતોનું રીકન્સ્ટ્રક્શન કરવું, ફ્લેટમાં સ્પાય કેમેરો કોણે અને કોના મારફતે લગાડ્યો અને ખરીદ્યો, બળાત્કારના ફોટા કેવી રીતે પાડેલા અને તે કેવી રીતે રાજુ ભટ્ટ સુધી પહોંચ્યા, ફોટા વાયરલ કરવામાં કોણ કોણ સંડોવાયેલું છે, યુવતિને ક્યાં મળેલા, સહારા ડીલની હકીકત જાણવા, કોના મારફતે યુવતિ સાથે સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા અને તેમાં કોણ કોણ સંડોવાયેલું છે, પોલીસની ધરપકડથી બચવા અમદાવાદ, જુનાગઢ સિવાય ક્યાં રોકાયા, કોણે આશ્રય આપ્યો, સ્થળના પુરાવા એકત્ર કરવા, ગુનામાં કોની કોની સંડોવણી છે, તથા કાનજી મોકરિયા અને રાજુ ભટ્ટનું ક્રોસ ઇન્ટ્રોગેશન કરવા સહિતના મુદ્દાઓ રજૂ કર્યા હતા. અને 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જો કે, કોર્ટે માત્ર 3 ઓક્ટોબર સુધીના રિમાન્ડ જ મંજુર કર્યા હતા.
- કુરિયર કંપની હાર્મની હોટલના માલિક કાનજી મોકરિયા અને રાજુ ભટ્ટનુ ક્રોસ ઇન્ટ્રોગેશન કરવામાં આવી રહ્યું છે.
- પોલીસે રાજુ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી
- રાજુ ભટ્ટ પીડિતાના ફ્લેટ પર ગયો હોવાનો ઇકરાર પણ પીડિતા સાથે સહમતિથી સંબંધ બાંધ્યા હોવાનુ રટણ
- પોલીસ રિમાન્ડ દરમિયાન મુખ્ય ચાર મુદ્દાઓની તપાસ કરશે