• શહેરની કારેલીબાગ પોલીસે તુલસીવાડી હાથીખાના નજીકથી એક પરિણીતાને ગાંજાના જથ્થા સાથે પકડી પાડી
  • પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, પરિણીતા ગાંજાનો છુટક વેપલો કરે છે
  • પરિણીતાની ધરપકડ કરી આ ગાંજાના જથ્થા સાથે સંકળાયેલ અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો
  • કારેલીબાગ પોલીસે પરિણીતા વિરૂદ્ધ એન.ડી.પી.એસ ની કલમો હેઠળ ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

WatchGujarat. વડોદરા શહેરના હાથીખાના પાછળના વિસ્તારમાં ગાંજાનું વેચાણ કરતી પરિણીતાને કારેલીબાગ પોલીસે પકડી પાડી હતી. પોલીસે પરિણીતા વિરૂદ્ધ એ.ડી.પી.એસ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ઉપરાંત આ કેસ સાથે સંડોવાયેલ એક ઈસમને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશનના કર્મીઓને ચોક્કસ બાતમી મળી હતી કે, એક પરિણીતા તુલસીવાડી નજીક ઈન્દીરાનગર ઝુપડપટ્ટી, કારેલીબાગમાં તેના જ ઘરે માદક પદાર્થ ગાંજાનું છુટકમાં વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને શેરબાનુ મકસુદ શેખ તે ઉસ્માનભાઈ રસુલભાઈ શેખની દિકરી (ઉ.20 વર્ષ) (રહે, અશોકનગર , ઈન્દીરાનગર ઝુપડપટ્ટી, તુલસીવાડી પાછળ, કારેલીબાગ,વડોદરા)ને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી હતી.

પોલીસે પરિણીતા પાસેથી રૂ.6 હજાર ઉપરાંતના ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો. સાથે મોબાઈલ તેમજ રોકડ સહિત કુલ્લે રૂ. 15630 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. સાથે જ આ ગાંજાના કેસ સાથે સંડોવાયેલ અન્યની તપાસ કરતા પોલીસને ફતેહમોહમદ ઉસ્માનભાઈ શેખનું નામ જાણવા મળ્યુ હતું. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી એનડીપીએસના ગુના નોંધી આગળની કાયદેસરીની કાર્યાવાહી હાથ ધરી હતી. તેમજ પોલીસે આ ગાંજાનો જથ્થો ક્યાંથી અને કોણી પાસેથી લાવવામાં આવ્યો હતો તેની તપાસ ચાલુ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud