• છાશવારે રાજ્યમાં ઠેર ઠેર દારૂની હેરાફેરી અથવાતો દારૂની મહેફિલો પકડાય છે
  • મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી જયંત ઓઇલ મીલની બાજુમાં આવેલા પટેલ કોર્પોરેશન નામની કંપનીમાં ત્રણ ઇસમો મહેફિલ માણતા હોવાની બાતમી પેટ્રોલીંગ કરતી પોલીસને મળી
  • પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડા પાડતા ત્રણ લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા કર્યા છે

WatchGujarat. દારૂબંધી લાગુ છે તેવા રાજ્યમાં અવાર-નવાર દારૂની મહેફિલો પકડાય છે. ગતરોજ શહેરના મકરપુરા જીઆઇડીસીમાં આવેલા કંપનીના શેડમાં નબિરાઓ દારૂ પીતા હોવાની બાતમી મળતા પેટ્રોલીંગ કરતી પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં ત્રણ નબિરાઓ સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે કે દારૂની મહેફિલ બહાર પાર્ક કરવામાં આવેલી કારના ડેશબોર્ડ પર ભાજપનો ખેસ મુકવામાં આવ્યો હતો. હવે દારૂમાં સામેલ નબિરાઓનું ભાજપ કનેક્શન સામે આવે છે કે નહિ તે જોવું રહ્યું.

રાજ્યમાં કહેવા માટે તો દારૂબંધી લાગુ છે. પરંતુ તેની અમલવારી કેવી રીતે કરવામાં આવે છે તે તો સૌ કોઇ જાણે જ છે. છાશવારે રાજ્યમાં ઠેર ઠેર દારૂની હેરાફેરી અથવાતો દારૂની મહેફિલો પકડાય છે. અને આ સિલસિલો આજે પણ જારી છે. વડોદરાના મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી જયંત ઓઇલ મીલની બાજુમાં આવેલા પટેલ કોર્પોરેશન નામની કંપનીમાં ત્રણ ઇસમો મહેફિલ માણતા હોવાની બાતમી પેટ્રોલીંગ કરતી પોલીસને મળી હતી. પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડા પાડતા ત્રણ લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા કર્યા છે. જેમાં ગાડીની આગળ ભાજપનો ખેસ મુકવામાં આવ્યો હતો. જેને લઇને પાર્ટીમાં સામેલ કોઇ ભાજપનો કાર્યકર્તા અથવા નેતા હોય તેની શક્યતા છે. હવે આ મામલે શું કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

સમગ્ર દરોડામાં હર્ષ વિનેશભાઇ ડેડકીયા (રહે. સુરામી અલ્ટીસ, મનીષા ચોકડી), હેનીલ વિનુભાઇ સાકરીયા (રહે.રાધે ગોવિંદ સોસાયટી, વ્રજધામ), નિરજસિંહ કલ્યાણસિંહ યાદવ (રહે.ગીરધર પાર્ક, મકરપુરા), મનોજ (મકરપુરા) સામે પ્રોહિબીશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઘટના સ્થળેથી એન્ટીક્વીટી, ઓલ સીઝનની વિદેશી બ્રાન્ડની દારૂ મળી આવી હતી.

Facebook Comments Box

Videos

Our Partners