• વડોદરા પોલીસના જવાનો અનેક કારણોસર ચર્ચામાં આવતા રહે છે
  • તહેવાર પહેલા બદલીના નિર્ણયને પગલે અનેક તર્ક વિતર્કો સર્જાયા
  • બદલી કરવા પાછળનું સત્તાવાર કારણ પોલીસ જવાનોએ એક જ જગ્યાએ પાંચ વર્ષ કરતા વધુ સમય પર એક જ સ્થળે બજાવતા હોવાનું જણાવવામાં આવ્યું

WatchGujarat. ગતરોજ રાજ્યના ગૃહમંત્રી વડોદરાની મુલાકાતે આવ્યા હતા. ત્યાર બાદ આજરોજ વડોદરા પોલીસના 127 જવાનોની બદલી કરાતા ડિપાર્ટમેન્ટમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. આગામી સમયમાં પણ બદલીનો દોર ચાલુ રહેશે તેવું સુત્રોએ ઉમેર્યું હતું.

વડોદરા પોલીસના જવાનો અનેક કારણોસર ચર્ચામાં આવતા રહે છે. તાજેતરમાં જ ગૃહમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત પહેલા શહેરના બે અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલે પકડી પાડ્યો હતો. અને ગૃહમંત્રીની વિદાય બાદ જ વડોદરામાં વેપારી પર લુંટના ઇરાદે ફાયરિંગ થયું હતું. આ બંને ઘટનાઓ પોલીસની કામગીરીની પોલ ખુલ્લી પાડવા માટે પુરતી છે. ત્યારે આજરોજ હવે પોલીસના જવાનોની મોટાપાયે આંતરિક બદલી કરવામાં આવી છે. તહેવાર પહેલા બદલીના નિર્ણયને પગલે અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.

સુત્રના જણાવ્યા પ્રમાણે, હાલ આંતરિક બદલી થઇ છે. પરંતુ આનવારા સમયમાં ઉચ્ચ અધિકારીઓની બદલી પણ થઇ શકે છે. જો કે, ઉચ્ચ અધિકારીઓની બદલી તહેવાર બાદ થાય તેવા એંધાણ છે. વડોદરામાં આજરોજ બદલી કરવા પાછળનું સત્તાવાર કારણ પોલીસ જવાનોએ એક જ જગ્યાએ પાંચ વર્ષ કરતા વધુ સમય પર એક જ સ્થળે બજાવતા હોવાનું જણાવવામાં આવ્યું છે.

1
2
3
4
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud