• વડોદરા શહેરના પોલીસ કમિશ્નર પોલીસની છબી સુધારવા અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે છાપ ઉપસાવવા માટે મહેનત કરે છે
  • મોડી સાંજના સમયે એક સગીર બાળક રસ્તા પરની ચાઇનીઝની લારી પાસે તેના મિત્ર સાથે મસ્તી કરી રહ્યો હતો ત્યારે પોલીસ વાન તેના પાસે આવી ઉભી રહી હતી
  • પીસીઆર વાનમાંથી ઉતરેલો એક પોલીસ જવાન જાણે રીઢા ગુનેગારનો પીછો કરતો હોય તેમ તેની પાછળ દોડી દુકાનની અંદર પહોંચી તેને માર મારે છે
  • ઘટનાને 24 કલાક નથી વિત્યા ત્યાં તો બાળક પર જુલ્મ કરનાર પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગટોરસિંહ પાવરાને સસ્પેન્ડ કરી દેવાયો
  • પોલીસ કોન્સ્ટેબલ સામે શરૂ કરવામાં આવેલી ઇન્કવાયરી બાદ શું સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે

 

WatchGujarat. ગત રાત્રે છાણી પોલીસ સ્ટેશનની વન મોબાઇલ કારમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ પાવરાએ માસુમ બાળક પર ખાખીનો પાવર બતાની તેને બેરબેમી પુર્વક માર માર્યો હતો. ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસ જવાનની કરતુત સામે આવી હતી. આજરોજ પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી તેની સામે ઇન્કવાયરી શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

વડોદરા શહેરના પોલીસ કમિશ્નર પોલીસની છબી સુધારવા અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે છાપ ઉપસાવવા માટે મહેનત કરે છે. પ્રજા અને પોલીસ વચ્ચેનું અંતર ઘટે તેવા અનેક પ્રયાસો કરે છે. પરંતુ ડિપાર્ટમેન્ટના જ કેટલાક લોકો આ વાતથી વિપરીત વર્તન કરીને પોલીસ છબી બગાડવાનો પ્રયાસ કરે છે. ગતરોજ શહેરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

વડોદરા શહેરના છેવાડાના પોલીસ સ્ટેશન નંદસરીની હદમાં મોડી સાંજના સમયે એક સગીર બાળક રસ્તા પરની ચાઇનીઝની લારી પાસે તેના મિત્ર સાથે મસ્તી કરી રહ્યો હતો. આ દરમિયાન રસ્તા પરથી પોલીસની એક પીસીઆર વાન પસાર થાય છે અને ચાઇનીઝની લારી પાસે ઉભેલુ બાળક અચાનક પીસીઆરની આગળ આવી જાય છે.

બાળક પીસીઆરની આગળ આવી જતા ગાડી ઉભી રહીં અને તે બાળક નજીકમાં આવેલી દુકાન તરફ દોટ મુકી અંદર ઘૂસી ગયો હતો. બાળકની પાછળ પીસીઆર વાનમાંથી ઉતરેલો એક પોલીસ જવાન જાણે રીઢા ગુનેગારનો પીછો કરતો હોય તેમ તેની પાછળ દોડી દુકાનની અંદર પહોંચી તેને માર મારે છે. આટલેથી પોલીસ જવાનનુ પેટ ન ભરાયુ તો આ માસુમ બાળકને દુકાનની બહાર લાવી તેનો એક હાથ મચકોડી ઉરા છાપરી લાફા ઝીંકે છે. દુકાનમાં પ્રવેશી રહેલા ગ્રાહકો આ દ્રશ્યો જોતા પોલીસ જવાનને સમજાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ ખાકીમાં રહેલો પોલીસ કર્મી સમજવાને બદેલ બાળકે લાત મારે છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. પોલીસ કર્મીના મારથી બાળકને હાથમાં ગંભીર ઇજા પણ પહોંચી હોવાનુ જાણવા મળી રહ્યું છે.

 

જો કે ઘટનાને 24 કલાક નથી વિત્યા ત્યાં તો બાળક પર જુલ્મ કરનાર પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગટોરસિંહ પાવરાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અને તેની વિરૂદ્ધ તાત્કાલિક ઇન્કવાયરી શરૂ કરી દેવામાં આવી છે. હવે પોલીસ કોન્સ્ટેબલ સામે શરૂ કરવામાં આવેલી ઇન્કવાયરી બાદ શું સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

Facebook Comments Box

Videos

Our Partners