રાજકોટની માહી ડેરીને વડોદરા આર્મી કેમ્પમાંથી બોલતી વ્યક્તિએ એક લાખ રૂપિયાના પનિરનો ઓડર આપ્યો હતો
પનિરનો ઓડર આપ્યા બાદ ઠગે વડોદરાના ડીસ્ટ્રીબ્યુટરના ખાતામાંથી રૂ.50 હજાર ગાયબ કરી દિધા હતા
સમગ્ર મામલે માંજલપુર પોલીસે વિશ્વાસઘાત, છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો
WatchGujarat. વડોદરા આર્મી કેમ્પમાં રૂ. એક લાખના પનિરની જરૂર છે, તેમ જણાવી ઠગે રાજકોટની માહી ડેરીની મેન બ્રાન્ચમાં ઓડર આપી વડોદરાના ડીસ્ટ્રીબ્યુટરને પૈસા ટ્રાન્સફર કરવાના બહાને એકાએક રૂ.50 હજાર ડીસ્ટ્રીબ્યુટરના બેન્ક ખાતામાંથી ગાયબ કરી દિધા હતા. આ મામલે માંજલપુર પોલીસે વિશ્વાસઘાત, છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર મામલે મળતી માહિતી મુજબ, રાજકોટ ખાતે આવેલી માહી ડેરીના વડોદરાના ડીસ્ટ્રીબ્યુટર જીતેંદ્ર ઘનશાયમદાસ અગ્રવાલ(ઉ.48વર્ષ)(રહે, પુજીબા નગર, માંજલપુર) નાઓએ તેમની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં આપી જણાવ્યું છે કે, કોઈ અજાણી વ્યક્તિએ રાજકોટ માહી ડેરીની મેન બ્રાન્ચમાં ઓડર આપ્યો હતો કે, વડોદરા આર્મી કેમ્પમાં રૂ. એક લાખનુ પનીર જોઈએ છે. આ બાદ વડોદરા માર્કેટીંગ વાળા દેવેશભાઈનો મને ગત તા.3 એ ફોન આવ્યો હતો અને તેઓએ જણાવેલ કે, ઓડર આપનાર પોતે આર્મી કેમ્પમાંથી બોલે છે. અને તેમને રૂ. એક લાખનુ પનિર જોઈએ છે. જેથી તમે એ પાર્ટી સાથે વાત કરી લેજો.
આ બાદ જીતેંદ્રભાઈએ ઓડર આપનારને ફોન કરતા સામે વાળી વ્યક્તિ આર્મી કેમ્પમાંથી બાલતી હોવાનું જણાવ્યું હતું. અને આ પનિરના પૈસા ઓનલાઈન ટ્રન્સફર કરવાનુ કહી ફોન-પે થકી પહેલા પાંચ રૂપિયા મોક્લ્યા હતા અને તે પૈસા ચેક કરતા દરમ્યાન જીતેંદ્રભાઈના બેન્ક એકાઉન્ટમાંથી શટ કરી રૂ.9,999 ના પાંચ ટ્રન્સઝેક્શન થઈ ગયા હતા જેમાં તેમને એક સાથે રૂ.50 હજાર ગુમાવવાનો વારો આવ્યો હતો.
આ સમગ્ર મામલે જીતેંદ્રભાઈએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે વિશ્વાસઘાત, છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.