શહેરમાં મિલ્કત વિરૂદ્ધના ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા માટે પોલીસની વિવિધ ટીમો કાર્યરત છે
ગત રોજ સયાજીગંજ વિસ્તારના પોલીસ સ્ટેશનની હદમાં જવાનો પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે નરહરી સર્કલ પાસે એક શંકાસ્પદ યુવક જોવા મળ્યો
તેની પાસેથી વજનદાર થેલામાં આઇફોન સહિત અનેક ચીજવસ્તુઓ મળી આવી, જે અંગે સ્પષ્ટતા આપવામાં તે નિષ્ફળ રહ્યો
આખરે પોલીસ તેની ઉંડાણ પુર્વક પુછ પરછ કરતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો છે
WatchGujarat. કર્ણાટક રાજ્યના બેંગ્લોર શહેરના ઇન્દિરા નગર ખાતે દુકાનમાં ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. ગતરોજ વડોદરા પોલીસ નરહરી સર્કલ પાસે પેટ્રોલીંગ કરી રહી ત્યારે એક શંકાસ્પદ યુવક હાથમાં વજનદાર થેલી સાથે જોવા મળ્યો હતો. તેનું નામ અને થેલીમાં રાખેલા સામાન અંગે ઉંડાણ પુર્વર પુછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. આમ, વડોદરા પોલીસે બેંગ્લોર શહેરમાં નોંધાયેલા ગુનાના આરોપીને પકડી પાડ્યો છે. અને વધુ કાર્યવાહી ચાલી રહી છે.
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરમાં મિલ્કત વિરૂદ્ધના ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા માટે પોલીસની વિવિધ ટીમો કાર્યરત છે. ગત રોજ સયાજીગંજ વિસ્તારના પોલીસ સ્ટેશનની હદમાં જવાનો પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે નરહરી સર્કલ પાસે એક શંકાસ્પદ યુવક જોવા મળ્યો હતો. અને તેના હાથમાં વજનદાર થેલો જોવા મળ્યો હતો. પોલીસે તેની પુછપરછ કરતા પોતાનું નામ નરીંન્દર મનોજ કુશવાહા (રહે-11 ધુવારાખાના, મધ્યપ્રદેશ) અને હાલ રહે પંજાબ રોલીંગ પાસે, નવાયાર્ડ હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ તેની થેલી તપાસતા તેમાંથી આઇફોન -8, ગ્રાઇન્ડર મશીન, ટ્રીમર તથા બ્લેડ મળી આવ્યું હતું. પોલીસે માલ-સામાન અંગે પુછપરછ કરતા તેની પાસે આ અંગેના કોઇ દસ્તાવેજી પુરાવા મળી આવ્યા ન હતા.
ત્યાર બાદ તેની ઉંડાણપુર્વક પુછપરછ કરતા વાત સામે આવી કે, કર્ણાટકના બેંગ્લોરમાં 13 ક્રોસ રોડ, પર આવેલી ટેલ્સ ઓફ ધી સીટી દુકાનમાં તે નોકરી કરતો હતો. અને ત્યાંથી તેણે આ સામાન ચોરી કર્યો હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે સયાજીગંજ પોલીસે કર્ણાટર, બેંગ્લોરના ઇન્દિરાનગર પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર કાર્યવાહીમાં પોલીસે આઇફોન -8, ગ્રાઇન્ડર મશીન, ટ્રીમર તથા બ્લેડ મળી રૂ. 1 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. વડોદરા પોલીસની સતર્ક કામગીરીથી બેંગ્લોરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાતા કામગીરીની ચોતરફથી પ્રશંસા થઇ રહી છે.