• શહેરની ગોત્રી પોલીસ દ્વારા માસ્કનું વિતરણ કરવમાં આવ્યુ હતું
  • ગોત્રી પોલીસે અંદાજે 200 જેટલા માસ્કનું વિતરણ કર્યું હતું
  • કોરોનાના નવા વેરીએન્ટ ઓમિક્રોન અંગ પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી

WatchGujarat.  ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો ખુબ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે તેના નવા વેરીએન્ટ ઓમિક્રોને પણ હાહાકાર મચાવ્યો છે. ગત રોજ સુરત શહેરમાં કોરોના સંક્રમણ વધતા પોલીસ કમિશ્નર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી. અને કોરોના ગાઈડલાઈનનો કડક અમલ કરાવવા સુચનાઓ આપી હતી. રાજ્યના મહાનગરોમાં પણ રાત્રી કર્ફ્યું યથાવત રાખી તેમા સમય વધાવવામાં આવ્યો છે. અને માસ્ક સહિત અન્ય ગાઈડલાઈનો ચુસ્તપણે અમલ થાય તેનુ ધ્યાન રાખવા પોલીસ વિભાગને સુચનાઓ આપવામાં આવી છે.

આ વચ્ચે માસ્ક વગર ફરતા લોકોને પકડી પાડી દંડ ફટકારવાની કાર્યવાહી પણ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે વડોદરા શહેરની ગોત્રી પોલીસ દ્વારા માસ્ક વગર ફરતા લોકોને દંડીત કરવાની કાર્યવાહી બાજુ પર મુકી પ્રજામાં જાગૃતિ આવે તેના ભાગરૂપે માસ્કનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઈ વી.આર.વાણીયા તથા શી ટીમ તેમજ અન્ય ગોત્રી પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ આજરોજ વોર્ડ નં.11ની ઓફીસ ઘડીયાલ સર્કલ પાસે લોકોને કોરોના અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. જે લોકો માસ્ક વગર ફરતા જણાયા હતા. તેઓ વિરૂદ્ધ દંડ સહિતની કાર્યવાહી કરવાનું બાજુ પર મુકી પોલીસ દ્વારા પોઝીટવ અભીગમ સાથે માસ્કનું વિતરણ કરાયું હતું.

ગોત્રી પોલીસે અંદાજે 200 જેટલા માસ્કનું વિતરણ કર્યું હતું. અને લોકોમાં કોરોનાના નવા વેરીએન્ટ ઓમિક્રોન વાયરસ અંગેની જાગૃતિ માટે ખાસ સુચનાઓ આપી હતી. આ પ્રકારની કામગીરીથી તે જાણવા મળે છે કે, પોલીસ ફક્ત દંડ વસુલવાનું જ કામ નથી કરતી. તે પ્રજામાં જાગૃતિ આવે તેવા અભિગમ સાથે પણ તેની ફરજ બજાવે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud