• માનસિક રીતે પડી ભાંગેલી મહિલા મળી આવતા વારસીયા પાલીસ દ્વારા તેની તબીબી સારવાર સાથે કાઉન્સિલીંગ કરી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું
  • ગત રોજ વડોદરાના વારસીયા રીંગ રોડ સામે આવેલ ખુલ્લા મેદાનમાંથી એક મહિલા અસ્તવ્યસ્ત કપડાંમાં મળી આવી હતી.
  • પોલીસ દ્વારા મહિલાની તપાસ કરાતા મહિલા માનસીક રીતે અસ્વસ્થ હાલતમાં હાવાનું બહાર આવ્યું હતું.
  • વારસીયા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એન.લાઠીયાના સુચનથી શી ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાની તબીબી સારવાર સાથે કાઉન્સિલીંગ કરી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
  • પોલીસે અલગ-અલગ સામાજીક સંસ્થાનો સંપર્ક કરી મહિલાને અનાજ-કરીયાણાની કીટની વ્યવ્સ્થા તેમજ ભવિષ્યમાં પણ આર્થીક મદદ પુરી પાડી આપવાની બાહેધારી હતી

WatchGujarat. વડોદરા શહેરમાં ગત રોજ વારસીયા રીંગ રોડ સામે આવેલ ખુલ્લા મેદાનમાંથી એક મહિલા અસ્તવ્યસ્ત કપડાંમાં મળી આવી હતી. જે અંગે પોલીસને જાણ થતા વારસીયા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને તપાસ કરતા મહિલા માનસીક રીતે પડી ભાંગેલી હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર મામલાની ગંભીરતાને જોઈ વારસીયા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એન.લાઠીયાના સુચનથી શી ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી હતી. અને મહિલાની તબીબી સારવાર સાથે કાઉન્સિલીંગ કરી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

વડોદરા શહેરમાં ગત રોજ વારસીયા પોલીસ સ્ટેશન ખાતે એક નાગરિક દ્વારા જાણ કરવામાં આવી હતી કે, કલાવતી હોસ્પિટલ વારસીયા રીંગ રોડની સામે આવેલા ખુલ્લા મેદાનમાં એક મહિલા બેભાન અવસ્થામાં પડેલ છે. મામલાની જાણ થતા જ વારસીયા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને તપાસ કરતા મહિલા માનસીક રીતે અસ્વસ્થ હાલતમાં હાવાનું બહાર આવ્યું હતું. સમગ્ર મામલાની ગંભીરતા જોઈ વારસીયા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એન.લાઠીયાના સુચનથી શી ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી હતી. અને મહિલાને વારસીયા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી હતી.

શી ટીમ દ્વારા મહિલાની તબીબી સારવાર સાથે કાઉન્સિલીંગ કરવામાં આવ્યું હતું. અને તેનું નામઠામ પુછતા રેશ્માબેન અશ્વિનભાઇ વસાવા (રહે-મહાનગર વુડાના મકાન ડભોઇ રોડ,વડોદરા) જાણવી મળ્યું હતું. તેમજ તેમના પરિવાર વિશે પુછતા તેઓએ જણાવેલ કે, તેમના પતિ અશ્વિનભાઇનું 6 વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. સંતાનમા તેમને 4 બાળકો છે. અને તેઓની આર્થીક પરિસ્થીતી સારી ન હોય અને આવકનું પણ કોઇ સાધન ન હોય જેથી માનસિક તણાવમા આવી તેઓ ઘરેથી નિકળી ગયા હતા.

રેશ્માબેનના કપડા ફાટેલી હાલતમા જણાતા હોય જેથી વારસીયા શી-ટીમના કર્મચારી તેમજ ઇન્વેના કર્મચારી દ્વારા તેઓને તાત્કાલીક નવા કપડા તેમજ જમવા અંગેની વ્યવસ્થા કરી આપી હતી.અને તેઓના સરનામા ઉપર જઇ તપાસ કરતા રેશ્માબેનના પરીવારના સભ્યો મળી આવ્યા હતા.જે બાદ પોલીસ દ્વારા રેશ્માબેનને તેઓના પરિવારના સભ્યોને સોંપવામાં આવ્યા હતા. તેમજ રેશ્માબેનની આર્થીક પરિસ્થીતીને જોતા અલગ-અલગ સામાજીક સંસ્થાનો સંપર્ક કરી તેઓને અનાજ-કરીયાણાની કીટની વ્યવ્સ્થા તેમજ ભવિષ્યમાં પણ આર્થીક મદદ પુરી પાડવાની બાહેધરી આપી તેઓને સહાનુભુતી આશ્વાસન આપ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud