વડોદરા મનપા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસો માટે ફોર્મ વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી
છેલ્લા બે દિવસથી વહેલી સવારથી આવાસોના ફોર્મ મેળવવા માટે લાભાર્થીઓની લાંબી કતારો લાગી
આજે ફોર્મ લેવા આવેલા લોકો વચ્ચે ધક્કામુક્કી થઈ, મામલો વધતા ઘટના સ્થળે પોલીસ બોલાવવાનો વારો આવ્યો
ધક્કામુક્કીમાં એક કિશોરી માતાથી વિખૂટી પડતા પોલીસે મિલન કરાવ્યું
WatchGujarat. વડોદરા કોર્પોરેશનની રાવપુરા ખાતેની એફોર્ડેબલ હાઉસિંગ યોજનાની ઓફીસ બહાર છેલ્લા બે દિવસથી વહેલી સવારથી આવાસોના ફોર્મ મેળવવા માટે લાભાર્થીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. જ્યાં આજે ફોર્મ લેવા આવેલા લોકો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. આ મામલો વધતા ઘટના સ્થળે પોલીસ બોલાવવાનો વારો આવ્યો હતો. પરંતુ આ ધક્કામુક્કીમાં પ્રિયાંસી રાણા નામની એક કિશોરી માતા-પિતાથી વિખૂટી પડી ગઈ હતી. જેણે રાવપૂરા પોલીસે સાચવી અને માતા સાથે મિલન કરાવ્યું હતું. માતા-પુત્રી એકબીજાને જોતા જ ભેટી પડ્યા હતા જે બાદ ત્યાં ભાવુક દર્શ્યો સર્જાયા હતા.
આ અંગે સીટી પોલીસ સી ડિવીઝનના ACP મેઘા તેવર એ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આજે વડોદરામાં હાઉસિંગ કચેરીએ ફોર્મ લેવા બાબતે ધક્કામુક્કીનો માહોલ સર્જાયો હતો. જેમાં પ્રિયાંસી રાણા નામની એક કિશોરી માતા પિતાથી વિખૂટી પડી ગઈ હતી. આ કિશોરી રાવપુરા પોલીસને મળતાં અમે કિશોરીને સાચવી હતી. પોલીસે કિશોરીના માતા-પિતાની શોધખોળ હાથ ધરી હતી. ત્યાં સુધી પોલીસ કર્મીઓએ કિશોરીને પાણી અને નાસ્તો કરાવ્યો હતો. જે બાદ પ્રિયાંસી રાણા નામની આ કિશોરીની માતા અમને મળી આવી હતી. પ્રિયાંસી અને માતા જયશ્રીબેન રાણાનો પોલીસે મિલાપ કરાવ્યો હતો.
મહત્વનું છે કે માતા-પુત્રી એકબીજાને જોતા જ ભેટી પડ્યા હતા. થોડા સમય માટે પરંતુ એકબીજાથી દૂર થઈ જતાં માતા-પુત્રીની આંખમાં આશુ આવી ગયાં હતાં. માતા-પુત્રીનો પોલીસે મિલાપ કરાવતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પોતાની ખોવાયેલી પુત્રીને સાચવવા માટે માતા જયશ્રીબેન રાણાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસે માતા પુત્રીનો મિલાપ કરાવવાના આ કાર્યની સૌ કોઈ સરાહના કરી રહ્યાં છે.
શું છે સમગ્ર મામલો
વડોદરા મનપા દ્વારા હરણી સહિત ચાર સ્થળોએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2132 આવાસો માટે ફોર્મ વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વડોદરા કોર્પોરેશનની રાવપુરા ખાતેની એફોર્ડેબલ હાઉસિંગ યોજનાની ઓફીસ બહાર છેલ્લા બે દિવસથી વહેલી સવારથી આવાસોના ફોર્મ મેળવવા માટે લાભાર્થીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. અને માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે. લોકોએ સવારના સાત વાગ્યાથી લાઈન લગાવી હતી અને આ લાઈન દાંડિયા બજાર વિસ્તાર સુધી પહોંચી જતા અને લોકોનો ધસારો થતાં પોલીસને બોલાવવી પડી હતી. તદુપરાંત ટોકન આપતા શંકાસ્પદ યુવકને જોઇને લાભાર્થીઓએ હોબાળો મચાવતાં પોલીસે યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે પોલીસ આવ્યા બાદ ટોકન પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી જોકે કેટલાક લાભાર્થીઓએ પદ્ધતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. લાભાર્થીઓના ભારે ઘસારાના પગલે 31 ડિસેમ્બર સુધી ફોર્મનું વિતરણ કરવાનો નિર્ણય લેવાયો છે.